SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ નાશ થાય છે. ઉત્સુકતાનો નાશ થવાથી સ્વસ્થતા પ્રગટે છે. આ સ્વસ્થતા એ જ શ્રેષ્ઠ આત્માનંદ છે, માટે મુનિએ સહુ પ્રથમ અપેક્ષાનો નાશ કરવો જોઈએ. (८४) अधर्मो जिह्मता यावद् धर्मः स्यात् यावदार्जवम् । अधर्मधर्मयोरेतद् द्वयमादिमकारणम् ।। १७७ ।। અર્થ : જ્યાં સુધી વક્રતા (કપટ) છે ત્યાં સુધી અધર્મ છે, જ્યાં સુધી સરળતા છે ત્યાં સુધી ધર્મ છે. અધર્મ અને ધર્મના આ બે મુખ્ય કારણો છે. (८५) सुखमार्जवशीलत्वं सुखं नीचैश्च वर्त्तनम् । सुखमिन्द्रियसंतोषः सुखं सर्वत्र मैत्र्यकम् ।। १७८ ।। અર્થ : સરળ સ્વભાવ તે સુખ છે. નમ્ર વર્તન તે સુખ છે. ઈન્દ્રિયોના વિષયોમાં સંતોષ તે સુખ છે. સર્વત્ર મૈત્રીભાવ તે સુખ છે. (૮૬) અનન્તાન્ પુજાવર્તાનાત્મનેન્દ્રિયાવિg | भ्रान्तोऽसि च्छेदभेदादिवेदनाभिरभिद्रुतः ।। १८४ । (૮૭) સામ્પ્રત તુ તૃટીમૂવ સર્વવું:હવાનનમ્ । व्रतदुःखं कियत्कालं सह मा मा विषीद भोः ।। १८५ ।। અર્થ : હે આત્મન્ ! એકેન્દ્રિયાદિ યોનિઓમાં અનન્ત પુદ્ગલપરાવર્તો પર્યન્ત તું રખડ્યો છે. ત્યાં છેદન-ભેદન આદિ વેદનાઓ તેં સહી છે. હવે મક્કમ બનીને સર્વદુઃખોને બાળી દેવા માટે દાવાનળ જેવા વ્રતોના કષ્ટને થોડાક કાળ માટે તું સહી લે. તેમાં વિષાદ ન કર. (८८) उपदेशादिना किञ्चित् कथञ्चित् कार्यते परः । स्वात्मा तु स्वहिते योक्तुं मुनीन्द्रैरपि दुष्करः ।। १८६ ।। અર્થ : બીજા જીવને ઉપદેશ દઈને કોઈપણ રીતે કાંઈક પણ ધર્મ હજી કરાવી શકાય, પણ પોતાની જાતને હિતમાં જોડવી કે અહિતથી છોડાવવી એ તો મહામુનિઓ માટે પણ મુશ્કેલ બનતું હોય છે. (८९) यदा दुःखं सुखत्वेन दुःखत्वेन सुखं यदा । मुनिर्वेत्ति तदा तस्य मोक्षलक्ष्मी: स्वयंवरा ।। १८७ ।। નનનન+નનન+ ७४ ++++++++++ [††††♪♪¡¡¡¡♪♪♪♪♪||||||||| જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy