SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ (११४) परिचिंतिउण निउणं जइ नियमभरो न तीरए वोढुं । परचित्तरंजणेण न वेसमित्तेण: साहारो ।। ५११।। અર્થ: જે કોઈ સાધુ પોતે લીધેલા મહાવ્રતોનો અને ઉત્તરગુણોનો ભાર બરોબર ઉઠાવી શકે તેમ ન હોય તો એ બાબતમાં જાત સાથે અને ગુરુ સાથે પૂરતો વિચાર કરી લેવો. જો અશક્તિ જણાય તો વેષ છોડી દેવો. સુશ્રાવક બની જવું. બીજાઓને ખુશ રાખવા માટે વેષભાર ઉઠાવવો તેથી કાંઈ જીવની દુર્ગતિ અટકવાની નથી. તેમાં માત્ર વેષ સહાયક બની શક્તો નથી. (११५) सुज्झइ जइ सुचरणो सुज्झइ सुसावओ वि गुणकलिओ । ओसन्नचरणकरणो सुज्झइ संविग्गपक्खाइ ।। ५१३।। અર્થ : જિનશાસનમાં સુ-ચારિત્રી સાધુ બાવ્રતધારી શ્રાવક અને શિથિલ છતાં સુસાધુઓના જીવનનો કટ્ટર પક્ષપાતી સંવિગ્નપાક્ષિક સાધુ - આ ત્રણ અવશ્ય મોક્ષ પામી શકે છે. આ ત્રણેય મોક્ષમાર્ગ છે (११६) ओसन्नो अत्तट्ठा परमप्पाणं च हणइ दिक्खंतो । तं छुहइ दुग्गइए अहिययरं बुड्डइ सयं च ।। ५१७ ।। (११७) जह सरणमुवगयाणं जीवाणं निकिंतए सिरे जो उ । एवं आयरियो वि हु उस्सुत्तं पन्नवंतो य ।। ५१८।। અર્થ : સંવિગ્નપાક્ષિક (શિથિલ સાધુ) પોતાની સેવા વગેરેના સ્વાર્થથી જો કોઈને પોતાનો શિષ્ય બનાવે તો સ્વ-પર ઉભયના ભાવપ્રાણોને હરે. પેલાને દુર્ગતિભેગો કરે અને સ્વયં પણ ભવસાગરમાં વિશેષ ડૂબે. જેવી રીતે શરણાર્થીનું તાસકમાં તેણે મૂકીને આપેલું માથું કાપી ન લેવાય દુર્ગતિમાં ન મોકલાય), તેને હાર પહેરાવાય (સદ્ગતિમાં મોકલાય) તેમ ગુરુએ શિષ્યને ઉત્સુત્ર જીવન અને ઉત્સુત્ર પ્રરૂપણા ન દેવાય. તેથી તે ગુરુ દુર્ગતિમાં જાય. ૫૮ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy