SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ દીધા પછી મારી આજીવિકા મુશ્કેલીમાં મુકાઈ જશે એટલે વેષને પકડી રાખતો હોય છે. આવો સાધુ એ ભિક્ષુ ન કહેવાય પણ ભિક્ષુક (ભિખારી) હોય. (११०) न करेमि त्ति भणित्ता तं चेव निसेवए पुणो पावं । पच्चक्खमुसावाइ मायानियडीपसंगो य ।। ५०७।। અર્થ : “હું આ પાપ નહિ કરું ઈત્યાદિરૂપે-ત્રિકરણ યોગ-પ્રતિજ્ઞા કરીને પાપ કરે તે સાધુ પ્રત્યક્ષ રીતે મૃષાવાદી કહેવાય. બાહ્યથી માયાવી અને અંદરથી કપટી કહેવાય. (१११) लोए वि जो ससूगो अलिअं सहसा न भासए किंचि । अह दिक्खिओ वि अलियं भासइ तो किंच दिक्खाए ।। ५०८ ।। અર્થ : લોકમાં ય ગૃહસ્થ થોડાક પણ કોમળ ચિત્તપરિણામવાળો હોય (સશૂક) તો એકાએક થોડુંક પણ જૂઠું બોલતો નથી, અર્થાત્ જે બોલે છે તે ધીરજપૂર્વક વિચારીને બોલે છે, તો જે સાધુ છે તે શી રીતે જૂઠું બોલવાની અલના પામે ? એમ કરે તો તેનામાં દીક્ષા ક્યાં રહી? (११२) महव्वय-अणुव्वयाई छंडेउं जो तवं चरइ अन्नं । सो अन्नाणी मूढो नावाबुड्डो मुणेअव्यो ।। ५०९।। અર્થ : મહાવ્રતો (સાધુ) કે અણુવ્રતો (શ્રાવક)ના પાલનમાં શિથિલ રહેવું અને ઉગ્ર તપ વગેરે કરવો તેવો સાધુ મહામૂઢ છે, અજ્ઞાની છે. તે હાથમાં નાવડી આવી જવા છતાં ડૂબી જાય છે તેમ જાણવું. (११३) सुबहुं पासत्थजणं नाउण जो न होइ मज्झत्थो । न य साहेइ सकज्जं कागं च करेइ अप्पाणं ।। ५१०।। અર્થ : જે સાધુ પોતાની સાથે જ્યાં ત્યાં અથડાઈ જતાં શિથિલાચારી સાધુઓ (પાસસ્થા)ની સાથે નિંદાદિક કરવા લાગી જાય છે પણ મૌન (મધ્યસ્થભાવે) નથી રહેતો અને મૌન રહીને સ્વાત્મહિતમાં રત નથી રહેતો તે સાધુ પોતાની હાલત કાગડા જેવી કરી દે છે. એટલે કે તે સાધુઓના દોષોની વિક્કામાં ચાંચ નાંખવા દ્વારા પોતે કાગડા જેવો પોતાને બનાવી દે છે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા) પ૭
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy