SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ: ચારિત્રપાલનમાં જે સાધુ આળસુ છે અને બુદ્ધ છે તેને વૈરાગ્યપ્રદ બોધ કોણ દે ? (પોતાને બધી વાતે હોંશિયાર ગણનાર બુદ્ધ દુર્વિદગ્ધ) કહેવાય.) દેવલોકના સ્વરૂપને જાણનાર ઈન્દ્ર પાસે દેવલોકનું વર્ણન ન થાય તેમ પોતાને બધી વાતના જાણકાર માનનાર પ્રમાદી સાધુને ઉપદેશદાન કરાય નહિ. એ ઉપદેશદાતા પણ બુદ્ધ કહેવાય. (१०३) कंचणमणि-सोवाणं थंभसहस्सूसिअं सुवण्णतलं । जो कारिज जिणहरं तओ वि तवसंजमो अहिओ ।। ४९४ ।। અર્થ : એક એવું દેરાસર કે જે ચન્દ્રકાન્તાદિ મણિઓના પગથિયાવાળું હોય, જેમાં એક હજાર સ્તંભો હોય, જેનું તળ સોનાનું હોય-આવા ગગનચુંબી, નયનરમ્ય જિનાલયનું નિર્માણ કરનાર સમકિતી જીવની શુદ્ધિપ્રાપ્તિ અને પુણ્યબંધ કરતાં ખૂબ વધુ શુદ્ધિ અને પુણ્ય તપ-સંયમમાં નિરત સર્વવિરતિધર સાધુ પેદા કરે. ટૂંકમાં, દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજા ઘણી અધિક છે. (१०४) जइ न तरसि धारेउं मूलगुणभरं सउत्तरगुणं च । मुत्तूण तो तिभूमी सुसावगत्तं वरतरागं ।। ५०१ ।। (१०५) अरिहंतचेइआणं सुसाहूपूयारओ दढायारो । सुसावगो वरतरं न साहुवेसेण चुअधम्मो ।। ५०२ ।। (१०६) सव्वं ति भाणिउणं विरइ खलु जस्स सविआ नत्थि । सो सव्वविरइवाइ चुक्कइ देसं च सव्वं च ।। ५०३ ।। (१०७) जो जहवायं न कुणइ मिच्छदिट्ठि तओ हु को अन्नो । वड्ढेइ अ मिच्छत्तं परस्स संकं जणेमाणो ।। ५०४ ।। અર્થ : ઓ, સાધુ! જો તું મૂલોત્તર ગુણોને પાળવાને સમર્થ ન હોય તો તારી જન્મભૂમિ, દીક્ષાભૂમિ અને તારું વિહારક્ષેત્ર છોડીને ખૂબ સુંદર શ્રાવકપણું પાળ. (ત્રણ ભૂમિઓમાં તેના થયેલા પતનને જોઈને લોકો અધર્મ પામવાની સંભાવના રહે.) ઓ સાધુ ! જો તું સાધુપણું પાળવાને અસમર્થ હો તો (૧) જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા) ૫૫
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy