SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ અને ગુણીઅલ તથા ચારિત્રધર સાધુને મરણકાળે દુર્ગતિ થવાની કોઈ ચિંતા ન હોય. (९८) कह कह करेमि कह मा करेमि कह कह कयं बहुकयं मे । जो हिययसंपसारं करेइ सो अह करेइ हियं ।। ४७५ ।। અર્થ: “હું કેવી કેવી રીતે ધર્મ કરું? કેવી રીતે ન કરું? કેવી રીતે કરેલું ધર્માનુષ્ઠાન મને બહુ ગુણકારી થાય? આ રીતે જે પુરુષના હૈયે મંથન ચાલતું હોય તે પુરુષ આત્મહિત કરી શકે. (९९) सिढिलो अणायरकओ अवसवसकओ तहा कयावकओ । सययं पमत्तसीलस्स संजमो केरिसो होज्जा ।। ४७६ ।। અર્થ: તેને સંયમ શી રીતે કહેવાય જેમાં તે જીવ શિથિલ હોય, અનાદર સાથે સંયમનું સેવન કરતો હોય, ગુર્નાદિકની પરતત્રતાને વશ થઈને સંયમ (પરાણે) પળાતું હોય, થોડુંક પાલન કરેલું હોય અને થોડુંક પાલન ન પણ કરેલું હોય (કય-અવય), સતત પ્રમાદ સેવાતો હોય તો... (તેવા સાધુને સંયમી શી રીતે કહેવો?) (१००) न तहिं दिवसा पक्खा मासा वरिसा वि संगणिज्जंति । जे मूलउत्तरगुणा अक्खलिआ ते गणिज्जति ।। ४७९ ।। અર્થ: સાધુજીવનના પ્રમાદાદિ દોષોવાળા તે દિવસો, પખવાડિયાઓ, મહિનાઓ કે વર્ષો ગણતરીમાં ન લેવાય. જે સમય મૂલ અને ઉત્તર-ગુણોની નિરતિચાર આરાધનાવાળો પસાર થયો હોય તેની જ ગણના થાય. (१०१) जो नवि दिणे दिणे संकलेइ के अज्ज अज्जिआ मि गुणा । अगुणेसु अ न हु खलिओ कह सो करिज्ज अप्पहिअं ।।४८०।। અર્થ : જે સાધુ હંમેશ એ વિચાર કરતો નથી કે, “આજે મેં ક્યા કયા ગુણોને | વિકસાવ્યા? કોઈ દોષમાં મારી સ્કૂલના તો નથી થઈને?” તે સાધુ શી રીતે આત્મહિત કરી શકશે? (૧૦૨) એ તારી વવર્ત વરાયા સુવ્યિઠ્ઠાઇi इंदस्स देवलोगो न कहिज्जइ जाणमाणस्स ।। ४९०।। ૫૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy