SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યના ફળરૂપે મળતા સુખમાં પરિણામથી તો દુઃખતા જ છે. (૨૦૨) તીવ્રાનસાસંશુષ્યન્ પયસાયિમિવ यत्रौत्सुक्यात्सदाऽक्षाणां तप्तता तत्र किं सुखम् ।। ६७।। અર્થ: તીવ્ર અગ્નિના સંગથી તપીને લાલચોળ થઈ ગયેલા લોઢા ઉપર પાણી છાંટવામાં આવે તો એકદમ શોષાઈ જાય અને લોઢું તો જાણે એવું ને એવું જ તપેલું રહે. આ જ રીતે વિષયોની તીવ્ર ઉત્સુક્તા (ભોગની તીવ્ર કામના) સ્વરૂપ અગ્નિથી તપીને લાલચોળ થયેલી ઈન્દ્રિયોને જરાક રતિનું જળ મળે પણ તે તો ક્યાંય શોષાઈ જાય અને પેલો તપારો તો એવો ને એવો જ અનુભવાતો હોય ! અલ્પ સુખાનુભવના કાળમાં પણ ઈન્દ્રિયોના કારમા તપારામાં તે સુખ કેમ કહેવાય ? (१०३) क्रुद्धनागफणाभोगोपमो भोगोद्भवोऽखिलः । विलासश्चित्ररूपोऽपि भयहेतुर्विवेकिनाम् ।। ७२ ।। અર્થ : ક્રોધાયમાન થયેલા નાગની ફણાનો વિસ્તાર દેખાવમાં તો ભવ્ય લાગે, પણ હોય છે અત્યન્ત ભયજનકદુઃખજનક ! શબ્દાદિ ભોગોથી ઉત્પન્ન થયેલો ચિત્રવિચિત્ર સુખાનુભવનો વિલાસ દેખાવમાં ભલે સુંદર હોય કિન્તુ વિવેકી પુરુષને તો તેમાં ભયાનક દુઃખોની કારણતા દેખાતાં તે અત્યન્ત ભયંકર લાગે છે. (१०४) चित्तमेव हि संसारो रागक्लेशादिवासितम् । तदेव तैर्विनिर्मुक्तं भवान्त इति कथ्यते ।। ८३ ।। અર્થ: રાગાદિ ક્લેશોથી વાસિત ચિત્ત એ જ સંસાર છે અને તેનાથી મુક્ત એવું ચિત્ત એ જ મોક્ષ છે. એટલે જેમ જેમ એ કલેશાદિથી રહિત ચેતના થતી જાય તેમ તેમ આત્મા શુદ્ધ ભાવોનો કર્તા થતો જાય છે. (१०५) यत्र रोधः कषायाणां, ब्रह्मध्यानं जिनस्य च । ज्ञातव्यं तत्तपः शुद्धमवशिष्टं तु लङ्घनम् ।।१५७।। અર્થ : જ્યાં કષાયોનો નિરોધ છે, જિનેશ્વરદેવનું બ્રહ્મધ્યાન છે તે જ તપ શુદ્ધ જાણવો, બાકીના તો લાંઘણ જ કહેવાય. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) ૨૭
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy