SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ: આર્તધ્યાનના હેતુઃ ઇન્દ્રિયોના વિષયભોગની વાસનામાં જે પ્રમાદી હોય, ભોગોમાં આસક્ત હોય, ધર્મથી પરાઠુખ હોય અને જે જિનવચનને આગળ કરવામાં ઉદાસ જણાતો હોય તેવો આત્મા વારંવાર આર્તધ્યાનને પામે છે. (આર્તધ્યાનથી દૂર રહેવા ઈચ્છનારે તેના આ વિશેષ કારણો દૂર કરવા જોઈએ.) (९५) चञ्चलं हि मनः कृष्ण ! प्रमाथि बलवद् दृढम् । तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ।। २२ ।। (९६) असंशयं महाबाहो ! मनो दुर्निग्रहं चलम् । अभ्यासेन तु कौन्तेय ! वैराग्येण च गृह्यते ।। २३ ।। અર્થ: અર્જુન : હે કૃષ્ણ ! મન તો અતીવ ચંચળ છે, આત્માને વલોવી નાંખનારું છે, અત્યન્ત દઢ અને બળવાન છે. એટલે મને તો લાગે છે કે તેનો નિગ્રહ કરવો એ તો વાયુનો નિગ્રહ કરવા જેટલું અત્યન્ત દુષ્કર કાર્ય છે પછી આગળના યોગની તો વાત જ શી કરવી? અને સ્થિર મન વિના વળી યોગ કેવો? કૃષ્ણ : હે મહાબાહુ અર્જુન ! ચંચળ મનનો નિગ્રહ ખરેખર સુદુષ્કર છે પણ છતાં તે કુન્તીપુત્ર અર્જુન! અભ્યાસથી અને વૈરાગ્યથી એનો નિગ્રહ જરૂર થઈ શકે છે. (९७) प्रजहाति यदा कामान् सर्वान्पार्थ ! मनोगतान् ।। आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ।। ६४।। અર્થ : બીજા દાર્શનિકોને સ્થિતપ્રજ્ઞ આત્માનું જ સ્વરૂપ ઈષ્ટ છે તે સઘળું ય ધર્મધ્યાનના ધ્યાતામાં ઘટી જાય છે. માટે ધર્મધ્યાની સ્થિતપ્રજ્ઞ કહેવાય.) શ્રી ભગવદ્ગીતામાં અર્જુનને સંબોધીને કૃષ્ણ કહે છે કે, હે અર્જુન ! મનોગત સઘળા કામભોગોને જ્યારે સાધક દૂર કરી દે છે અને ચિત્તાત્માથી પોતાના આત્મામાં જ જે તુષ્ટ રહે છે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. (९८) दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः । वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ।। ६५।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) ૨૫
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy