SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ . . પરમાત્મા” (લક્ષ્યરૂપે) છે. એટલે આ વસ્તુવિશેષને લીધે પહેલા ત્રણેય ધન્ય છે. • (९१) ज्ञानी तु शान्तविक्षेपो नित्यभक्तिर्विशिष्यते । अत्यासन्नो ह्यसौ भर्तुरन्तरात्मा सदाशयः ।। ७८ ।। અર્થ: ચોથા નંબરનો ઉપાસક જ્ઞાની તો રાગાદિ વિક્ષેપોની શાન્તિવાળો, સર્વજ્ઞ પરમાત્માની નિત્ય યોગભક્તિ કરતો પૂર્વોક્ત ત્રણ પ્રકારના ઉપાસકોથી જુદો જ તરી આવે છે. એ અત્યન્ત વિશિષ્ટ કોટિનો ઉપાસક છે, કેમકે દેહાદિને વિષે સાક્ષી તરીકે રહેલો એનો અત્તરાત્મા સદાશયવાળો હોઈને બ્રહ્મસ્વરૂપની અત્યન્ત નજદીક આવી પહોંચ્યો હોય છે. પ્રબંધ-પો અધિકાર ૧દમો (९२) क्रन्दनं रुदनं प्रोच्चैः शोचनं परिदेवनम् । ताडनं लुञ्चनं चेति लिङ्गान्यस्य विदुर्बुधाः ।।७।। અર્થ : આર્તધ્યાનના લિંગ (ચિહ્નો) : જ્યાં આર્તધ્યાન છે ત્યાં ક્રન્દન હોય, રૂદન હોય, શોક હોય અને પુનઃ પુનઃ કઠોર વચનનો પ્રલાપ હોય. એ જીવ માથું વગેરે પછાડતો હોય, માથાના વાળ ખેંચતો હોય અને છાતી ફૂટતો હોય. (९३) मोघं निन्दनिजं कृत्यं प्रशंसन्परसम्पदः । विस्मितः प्रार्थयन्नेताः प्रसक्तश्चैतदर्जने ।।८।। અર્થ : શિલ્પ, વાણિજ્ય વગેરે સંબંધિત પોતાના કૃત્યોમાં ખાસ કાંઈ ફળ ન નિપજતાં તેની વ્યર્થ નિન્દા કરતો હોય, સાંસારિક પરસંપત્તિની પ્રશંસા કરતો હોય, વિસ્મિત થયેલો હોય, તેની અભિલાષા કરતો હોય અને તે ઐશ્વર્ય મેળવવામાં આસક્ત હોય. આ બધા ય આર્તધ્યાનના કાર્યલિંગો છે. (९४) प्रमत्तश्चेन्द्रियार्थेषु गृद्धो धर्मपराङ्मुखः । जिनोक्तमपुरस्कुर्वन्नार्तध्याने प्रवर्तते ।।९।। ૨૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy