SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૨) ઘરોધદવિનોનું, શમર સશક્ત વિરિચય | चपल एष मनःकपिरखच्चकैः, रसवणिग् विदधातु मुनिस्तु किम् ॥४॥ અર્થ: રસનો વેપારી વણિમુનિ બિચારો શું કરે ? ચારિત્ર્ય યોગરૂપી એના ઘડાઓને ઊંધા પાડી દઈને એમાં ભરેલો * બધો ય શમરસ ચંચળ પેલો મન-મર્કટ ધરતી ઉપર એકદમ ઢોળી નાંખે છે ! (७३) चरणगोपुरभङ्गपरः स्फुरत् समयबोधतरूनपि पातयन् । भ्रमति यद्यतिमत्तमनोगजः, क्व कुशलं शिवराजपथे तदा ।।७।। અર્થ : મુનિવરને લોકો પૂછે છે કે, “મોક્ષનગરના રાજમાર્ગે તમને કુશળતા છે ને?' પણ કુશળતાની તો શી વાત કરવી ? આ મનરૂપી ગજરાજ હવે ગાંડોતૂર બન્યો છે. રે ! ચારિત્ર્યરૂપી કિલ્લાના દરવાજા તોડી નાંખવા એ કટિબદ્ધ બન્યો છે ! શાસ્ત્રબોધરૂપી વૃક્ષોને જડમૂળથી ઉખેડી દઈને ધરતી ઉપર ઢાળી રહ્યો છે ! (७४) अनिगृहीतमना विदधत्परां न वपुषा वचसा च शुभक्रियाम् । गुणमुपैति विराधनयाऽनया, बत दुरन्तभवभ्रममञ्चति ।।९।। અર્થ : જે મુમુક્ષુ પોતાના મનનો નિગ્રહ કરતો નથી તે ગમે તેટલી ક્રિયાઓ - વાણીથી કે કાયાથી – ભલે ને કરતો રહે તો પણ તેને કોઈ લાભ તો ન જ થાય, પરતુ “મનનો નિગ્રહ ન કરવા સ્વરૂપ વિરાધના કરવાથી અને વિરાટ આ ભવરાનમાં ભટક્યા જ કરવું પડે. (७५) मनसि लोलतरे विपरीततां, वचननेत्रकरेङ्गितगोपना । व्रजति धूर्ततया ह्यनयाऽखिलं, निबिडदम्भपरैर्मुषितं जगत् ।।११।। અર્થ : જ્યારે મન વધુ ચંચળ (અસ્થિર) બને છે ત્યારે એ આત્મા વાણીમાં જે ગુપ્તિ રાખે છે, નેત્રમાં જે નિર્વિકારિતા જાળવે છે અને હાથની ચેષ્ટામાં પણ જે યતના જાળવે છે તે બધું ય તેને તો સદ્ગતિનું ફળ આપવાને બદલે દુર્ગતિના ફળ ચખાડવા દ્વારા ઊંધું જ પડે છે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) ૧૯
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy