SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : સાધુવેષને ધારણ કરવા છતાં પણ આ જીવો ગૃહસ્થથી જરાય ચડિયાતા નથી હોતા, કેમકે ગૃહસ્થ ધર્મથી તેઓ ઊડ્યા જ નથી અને સાધુધર્મમાં (અંતરથી) પ્રવેશ્યા જ નથી. (५१) गृहेऽन्नमात्रदौर्लभ्यं, लभ्यन्ते मोदका व्रते । वैराग्यस्यायमर्थो हि, दुःखगर्भस्य लक्षणम् ।।७।। અર્થ: ઘરમાં ખાવાના ય ફાંફા છે અને સાધુ થઈએ તો રોજ લાડુ ખાવા મળે છે !” આવી સમજણ જે વૈરાગ્યમાં છે તે દુઃખગર્ભ વૈરાગ્ય કહેવાય. (५२) उत्सर्गे वाऽपवादे वा, व्यवहारेऽथ निश्चये । ज्ञाने कर्मणि वाऽयं चेन्न तदा ज्ञानगर्भता ।। ३५।। અર્થ : જો કોઈ વિરક્ત જણાતો મુનિ ઉત્સર્ગ કે અપવાદના વિષયમાં, વ્યવહાર કે નિશ્ચયના વિષયમાં, જ્ઞાન કે ક્રિયાના વિષયમાં – ક્યાંય પણ એકાન્ત આગ્રહ, કદાગ્રહ સેવે તો તે મુનિનો વૈરાગ્ય જ્ઞાનગર્ભ તો ન જ કહેવાય. (५३) स्वागमेऽन्यागमार्थानां शतस्येव पराय॒के । नावतारबुधत्वं चेन्न तदा ज्ञानगर्भता ।। ३६।। અર્થ : જેમ પરાર્ધમાં સો સમાઈ જાય છે તેમ જિનાગમમાં અન્ય આગમોના અર્થ સમાવી દેવાનું કૌશલ જો ન હોય તો તે મુનિનો વૈરાગ્ય જ્ઞાનગર્ભ ન કહેવાય. (५४) नयेषु स्वार्थसत्येषु मोघेषु परचालने । माध्यस्थ्यं यदि नायातं न तदा ज्ञानगर्भता ।। ३७।। અર્થ : દરેક નય પોતાને અભિપ્રેત અર્થનું પ્રતિપાદન કરવા લાગે ત્યારે તેનું પ્રતિપાદન સાચું જ લાગે પણ જ્યારે તેની સામે તેનો વિરોધી નય, તેનું ખંડન કરવા લાગે ત્યારે તે નય નિષ્ફળ, નકામો, અસત્ય ઠરી જતો લાગે. નિશ્ચયનય પોતાના મન્તવ્યને જોરશોરથી રજુ કરે ત્યારે તે જ સાચો લાગે પણ વ્યવહાર (પર) નય તરફથી તેનું ખંડન થવા લાગે એટલે ૧૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy