SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ (४०) धर्मशक्तिं न हन्त्यत्र भोगयोगो बलीयसीं । हन्ति दीपापहो वायुर्व्वलन्तं न दवानलम् ।।२०।। અર્થ : નાનકડા અગ્નિને વાયુ હણી શકે પણ એ અગ્નિ પ્રચંડ દાવાનલ બની જાય તો ? તેને તો ન જ હણી શકે ને ! એ જ રીતે એક વખતની નાનકડી ધર્મશક્તિને જે ભોગયોગ હણી શકવા સમર્થ હતો તે, હવે ખૂબ બળવાન બની ગએલી વિરાટ ધર્મશક્તિને તો ન જ હણી શકે ને ? (૪૧) વાલીનિરોધાર્યનિવૃત્તિીર રવિન્ | निवृत्तिरिव नो दुष्टा योगानुभवशालिनाम् ।। २२।। અર્થ : વળી વિષયોમાં પ્રવૃત્તિ (અનિવૃત્તિ) પણ કેટલીક વાર તો મોટા દોષોના નિવારણ કરવાની દૃષ્ટિએ પણ કરવામાં આવે છે. એટલે જેમ મોટા દોષની નિવૃત્તિ એ સારી વસ્તુ છે તેમ કેટલીક વાર યોગના સ્વામીઓને વિષયોમાં પ્રવૃત્તિ પણ એટલી જ સારી બની રહે છે. વિષયોમાં પ્રવૃત્તિ કરવા છતાં એ આત્માઓ વૈરાગ્ય (અનાસક્તિ)થી વાસિત બની રહે છે. (४२) बलेन प्रेर्यमाणानि करणानि बनेभवत् । न जातु वशतां यान्ति प्रत्युतानर्थवृद्धये ।। २९ ।। અર્થ : બળપૂર્વક મનને મારી દઈને ઈન્દ્રિયોના આવેગોને દબાવવાથી તે ક્યારેય પણ વશ થઈ શકતી નથી. ઉલટું, જંગલી હાથીની જેમ ભયંકર ઉત્પાત મચાવનારી બને છે. (४३) पश्यन्ति लज्जया नीचै?ानं च प्रयुञ्जते । आत्मानं धार्मिकाभासाः क्षिपन्ति नरकावटे ।। ३०।। અર્થ: સાચી સમજણ વિના જ ઈન્દ્રિયો ઉપર કોરો બલાત્કાર કરનારા આત્માઓ ધાર્મિકતાનો ડોળ જ કરતા હોય છે. રે ! ચાલે છે તો જાણે ભારે લજ્જાથી, સાવ નીચું જોઈને, પરંતુ અંતરમાં તો વિકારોના આર્તધ્યાનની હોળી ભભૂકતી હોય છે ! આવા જીવો પોતે જ પોતાની જાતને નારકના કુવામાં ફેંકી દે છે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) ૧૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy