SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ કરી લે. તારા આત્માનું હિત સાધી લે. અને તારી આત્મશક્તિ દ્વારા અધોગતિને અટકાવી દે. (૩૨) મિોન્યાવિરિવ નરમવો દુર્લમો, ગ્રામ્યતાં થોરસંસારશે । बहुनिगोदादिकायस्थितिव्यायते, मोहमिथ्यात्वमुखचोरलक्षे || અર્થ : ચક્રવર્તીના રસોડાનું ભોજન બિચારા ભિખારીને તો કેટલું બધું દુર્લભ હોય ? એમ આ મનુષ્યભવ પણ આ ઘોર સંસારવનમાં ભમતા જીવને અતિ દુર્લભ છે. કારણ ? કારણ એ જ કે આ સંસારવનમાં નિગોદાદિની કાયસ્થિતિઓ ઘણી મોટી છે. જીવ બિચારો એ વિશાળ કાયસ્થિતિ જ ભોગવ્યા કરે. વળી લાખો મોહનીય કર્મ, મિથ્યાત્વ વગેરે ચોરો આ સંસારવનમાં પડેલા છે. માટે જીવને મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ છે. (૩૩) નવ્ય હૃદ નરમવોડનાર્યવેશેજી ય, સ મતિ પ્રત્યુતાનર્થòારી । जीवहिंसादिपापाश्रवव्यसनिनाम्, माघवत्यादिमार्गानुसारी ।। અર્થ : અનંતકાળે મનુષ્યભવ મળી પણ જાય. પણ એ જો અનાર્યદેશોમાં મળે તો તો એ માનવભવ ઉલ્ટો અનર્થકારી જ બને, કેમકે ત્યાંના મનુષ્યો તો જીવોની ઘોર હિંસા વગેરે પાપો કરવાના વ્યસનવાળા હોય છે. એટલે એ અનાર્યદેશનો માનવભવ તો બિચારા એ જીવોને સાતમી નારકના માર્ગ ઉપર જ ધકેલી દે છે. (३४) आर्यदेशस्पृशामपि सुकुलजन्मनाम्, दुर्लभा विविदिषा धर्मतत्वे । रतपरिग्रहभयाहारसंज्ञार्तिभिर्हन्त ! मग्नं जगदुः स्थितत्वे ।। અર્થ : વળી ઘણા પુણ્યો ભેગા થવાથી આર્યદેશમાં જન્મ મળે. જૈન કુટુંબમાં જન્મ મળે પણ એ પછી ય ધર્મતત્ત્વને જાણવાની ઈચ્છાતત્ત્વજિજ્ઞાસા થવી દુર્લભ છે. આ જુઓને ! આ જૈનોથી માંડીને આખું જગત્ અબ્રહ્મ, પરિગ્રહ, ભય અને ભોજનની સંજ્ઞાના દુઃખો વડે દુર્દશામાં ખૂંપેલું છે. (३५) विविदिषायामपि श्रवणमतिदुर्लभम् धर्मशास्त्रस्य गुरुसन्निधाने । वितथविकथादितत्तद्रसावेशतो, विविधविक्षेपमलिनेऽवधाने ।। ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્તસુધારસ) ૧૬૯
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy