SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ न देवाः सान्निध्यं विदधति, न वा कोऽप्यतिशय- । स्तदेवं कालेऽस्मिन् य इह दृदधर्मा स सुकृती ।। અર્થ : આ હળાહળ કળિયુગ છે. (૧) એમાં સેંકડો જુદા જુદા ધર્મો નીકળ્યા છે. (૨) ડગલે ને પગલે ઊંધું-ચત્તુ સમજાવી દેનારા, શ્રદ્ધા ડગાવી દેનારા પુષ્કળ બુદ્ધિમાનો ભટકાય છે. (૩) બધા જ લોકો કુતર્કોના સહારે પોતપોતાના મતને ઊંચો લાવવામાં, સાચો સાબિત કરવામાં જ રસ ધરાવે છે. મતરાગી આ લોકોને સત્ય સાથે, તત્ત્વ સાથે, મોક્ષ સાથે કોઈ જ લેવાદેવા નથી. (૪) મોટી મુશ્કેલી તો એ છે કે આ કાળમાં દેવો સાન્નિધ્ય કરતા નથી, દેવો આવતા હોત તો એમના દ્વારા જૈનધર્મની મહાનતા સ્થાપિત થવાથી એનું પાલન બધાને માટે સરળ થઈ જાત. (૫) જૈનધર્મની ક્રિયાઓ, નમસ્કાર મહામંત્ર વગેરેના એવા કોઈ ચમત્કારો પણ દેખાતા નથી, જેનાથી જિનધર્મમાં શ્રદ્ધા વધે, ઉલ્લાસ વધે. આવા અતિવિચિત્રકાળમાં પણ જેઓ દૃઢપણે જિનધર્મનું સેવન કરે છે, ચારિત્રધર્મને પાળે છે તે ખરા ધર્મી છે. (३०) विविधोपद्रवं देहमायुश्च क्षणभङ्गुरम् । कामालम्ब्य धृतिं मूढैः, स्वश्रेयसि विलम्ब्यते ।। અર્થ : : આ શરીર જાતજાતના ઉપદ્રવોથી ભરેલું છે. ગમે ત્યારે ગમે તે રોગાદિ થઈ જાય. તો બીજી બાજુ આયુષ્ય પણ ક્ષણિક છે. ક્યારે, કઈ પળે મૃત્યુ થાય એ ખબર પણ ન પડે. આમ હોવા છતાં મને આ જ સમજાતું નથી કે આ મૂઢ જીવો એવી તે કઈ ધીરજને ધારણ કરીને પોતાનું હિત કરવામાં વિલંબ કરે છે ? (३१) बुध्यतां बुध्यतां बोधिरतिदुर्लभा, जलधिजलपतितसुररत्नयुक्त्या । सम्यगाराध्यतां स्वहितमिह साध्यताम्, बाध्यतामधरगतिरात्मशक्त्या ।। અર્થ : હે આત્મન્ ! તું બોધ પામ, બોધ પામ. આ સમ્યગ્દર્શન રૂપી બોધિરત્ન અતિદુર્લભ છે. હાથમાં આવેલું ચિંતામણિ રત્ન પ્રમાદથી છટકીને ભરદરિયામાં પડી જાય પછી શું એ સહેલાઈથી પાછું મળે ખરું ? માટે આ મળેલા વિરતિધર્મની, બોધિની સમ્યગ્ આરાધના ~~~~~~~~~~************************~~**~~*~********* ||||||||||||||||| જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૧૬૮
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy