SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માને માત્ર પરલોક અને પરલોકની જ ચિત છે એને માટે તો કંઈ જ દુષ્કર નથી. (१०७) सारीरमाणसा चेव, वेयणा उ अणंतसो । मए सोढाओ भीमाओ, असई दुक्खभयाणि य ।। અર્થ : હે માતા ! પિતા ! તમને મારા અનાદિ સંસારની શી ખબર હોય? આજ સુધીમાં મેં અનંતીવાર અતિભયાનક શારીરિક અને માનસિક વેદનાઓ સહન કરી છે. ડગલે ને પગલે દુઃખો અને ભયોને સહન કર્યા છે. (१०८) जहा इहं अगणी उण्हो, इत्तो णन्तगुणो तहिं । नरएसु वेयणा उण्हा, अस्साया वेइया मए ।। અર્થ : આ લોકમાં રહેલો અગ્નિ ઉષ્ણ છે. એને સ્પર્શવાની પણ મારી તૈયારી નથી. પણ એના કરતા તો અનંતગણી ઉષ્ણતા=ગરમી નરકમાં છે. અને એની અશાતાવેદના મેં અનંતીવાર સહન કરી છે. (૧૦૬) નદી રૂ૪ રૂમ લીવું, રૂત્તો બન્ત તહિં ! નરસું વેચાસીયા, રસાયા વેફયા મા ! અર્થ : મહા માસની ભયંકર ઠંડીમાં શરીર ઉપર બરફ સ્પર્શે તો ય એ સહન કરવાની તાકાત નથી. જ્યારે એની શીતળતા કરતા અનંતગણી શીતળતા=ઠંડી નરકોમાં છે. અને એ મેં અનંતીવાર સહન કરી છે. (99) વંતો વેવસુરી, ઉડ્ડપાયો હોસિરો ! हुयासणे जलन्तम्मि, पक्कपुव्वो अणंतसो ।। અર્થ : એ નારકોમાં મારી શી દશા થઈ હતી? એ મને બરાબર ખબર છે. લોખંડની મોટી કઢાઈ જેવી કુંભમાં મને ઉપર ઉધો લટકાવ્યો. મારા પગ ઉપર અને મસ્તક નીચે ! નીચે પરમાધામીઓએ અગ્નિ પેટાવ્યો અને એમાં મને પકાવ્યો. અનંતીવાર આ વેદના હું સહી ચૂક્યો છું. હું ચીસો પાડતો રહ્યો પણ કોઈએ મને ન છોડાવ્યો. (१११) अइतिक्खकण्टगाइण्णे, तुंगे सिंबलिपायवे । खेवियं पासबद्रेणं, कड्ढोकड्ढाहिं दुक्करं ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્) ૧૨૩
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy