SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ હાથ વડે સાગર તરવો અઘરો છે એમ સાધુજીવનમાં તીર્થકરોએ બતાવેલ ગુણોનો સમુદ્ર પાર કરવો અતિ અઘરો છે. (૧૨) વાળુવાવજો ચેવ, નિરસાઈ સંગને ! असिधारागमणं चेव, दुक्करं चरिउं तवो ।। અર્થ : શું ક્યારેય ગંગા કિનારે પડેલી રેતીના કોળીયાઓ મોઢામાં મૂકવાથી કોઈ સ્વાદ આવે ખરો? ન જ આવે. એમ આ સંયમજીવન પણ નીરસ છે. એમાં કોઈ સુખાસ્વાદ છે જ નહિ. તલવારની ધાર ઉપર ચાલવું જેમ અઘરું છે તેમ આ ચારિત્રનું પાલન ખૂબ જ દુષ્કર છે. (१०३) जहा अग्गिसिहा दित्ता, पाउं होइ सुदुक्करा । तह दुक्करं करेउं जे, तारुण्णे समणत्तणं ।। અર્થ : જેમ દેદીપ્યમાન અગ્નિની જ્વાળા મોઢેથી પી જવી એ અતિશય દુષ્કર છે એમ ભરયૌવનમાં પાંચ મહાવ્રતોરૂપ સાધુપણું પાળવું પણ અતિશય દુષ્કર છે. (१०४) जहा दुक्खं भरेउं जे, होइ वायस्स कुत्थलो । तहा दुक्खं करेउं जे, कीवेणं समणत्तणं ।। અર્થ : કાથાની દોરીનો બનેલો કોથળો વાયુથી ભરી રાખવો શક્ય નથી એમ સત્વહીન આત્માઓ માટે સાધુપણું પાળવું લગભગ શક્ય નથી. (૧૦૧) નદી તુણા, તો , યુવર મંવરો રિ | तहा निहुअनीसंक, दुक्करं समणत्तणं ।। અર્થ : શું મેરુપર્વતને આ ત્રાજવામાં તોલી શકાય ખરો? ના, ન જ તોલી શકાય. એમ નિશ્ચલ મનથી, નિઃશંકપણે સાધુપણું પાળવું પણ અતિશય દુષ્કર છે. (૧૦૬) સો વિતમૂપિરો, વનેચં નદીઉં ! इहलोए निप्पिवासस्स, नत्थि किंचि वि दुक्करं ।। અર્થ : માતા-પિતાની શિખામણો બાદ હવે મૃગાપુત્ર પ્રત્યુત્તર આપે છે કે આપે જે કહ્યું એ તદ્દન સાચું જ છે. પણ એક વાત સમજી રાખો કે જે આત્માને આલોક સંબંધી કોઈપણ ઈચ્છા-પિપાસા નથી, જે જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૧૨૨
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy