SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : સ્ત્રી સાથે વાતચીતરૂપ સ્ત્રીકથા કે સ્ત્રી અંગેની વાતચીતરૂપ સ્ત્રીકથા એ મનમાં વિકારરૂપ આનંદને ઉત્પન્ન કરનારી છે, કામરાગને વધારનારી છે. બ્રહ્મચર્યમાં લીન સાધુ આવી સ્ત્રીકથા ન કરે. ન ܝ (६६) समं च संथवं थीहिं संकहं च अभिक्खणं । बंभररओ भिक्खू, णिच्चसो परिवज्जए ।। અર્થ : સ્ત્રીઓ સાથે પરિચય અને સ્ત્રીઓ સાથે વારંવાર વાર્તાલાપ આ બે ય વસ્તુને બ્રહ્મચારી સાધુએ કાયમ માટે છોડી દેવી જોઈએ. (६७) अंगपच्चंगसंठाणं चारुल्लविय पेहियं । बंभचेररओ थीणं चक्खुगेज्झं विवज्जए || અર્થ : સ્ત્રીઓના મસ્તકાદિ અંગો, વક્ષ:સ્થળાદિ ઉપાંગો, દેહની રચનારૂપ સંસ્થાન, મનોહર વચન બોલતું મુખ, કટાક્ષ ભરેલી દૃષ્ટિ આ બધી વસ્તુઓ ચક્ષુથી જોઈ શકાય એવી છે. પણ બ્રહ્મચારી સાધુ સ્ત્રીઓના આ ચક્ષુગ્રાહ્ય અંગાદિને જોતો નથી. (६८) कूइयं रुइयं गीयं हसियं थणियं कंदियं । बंभचेररओ थीणं, सोयगिज्झं विवज्जए । અર્થ : બ્રહ્મચર્યમાં લીન સાધુ સ્ત્રીઓના કૂજિત, રૂદન, ગીત, હાસ્ય, સ્તનિત કે આક્રંદને સાંભળતો નથી. (કૂજિત=મૈથુનકાળના શબ્દો,સ્તનિત=ભોગ સમયના જ અસ્પષ્ટ શબ્દો. દિવાલ વગેરેની આડશથી સંભળાતા આવા શબ્દોને સાધુ કદી ન સાંભળે.) (૬૧) પીય મત્તપાળ તુ, હિપ્નું મર્યાવવડ્યાં | बंभचेररओ भिक्खु णिच्चसो परिवज्जए । અર્થ : આ વિગઈભરપૂર ભોજન-પાન એ શીઘ્ર કામવાસનાને વધારનારા છે. માટે જ બ્રહ્મચર્યમાં લીન સાધુ કાયમ માટે એને છોડી દે. ( ७० ) धम्मलद्धं मियं काले, जत्तत्थं पणिहाणवं । नाइमत्तं तु भुंजेज्जा, बंभचेररओ सया ।। અર્થ : સંયમયાત્રા સારી ચાલે એવા એક માત્ર આશયથી શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે મેળવાયેલ એવો પ્રમાણસર આહાર જ મુનિ વાપરે. પણ +++++++++++++++++††††††††††††††††††††††††††|||||||||||||||||||||||||||||||||||||||†††††††††††††††††††† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૧૧૪
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy