SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ (३८) लध्धूण वि आरिअत्तणं अहीणपंचिंदिअया हु दुल्लहा । विगलिंदिअया हु दीसई समयं गोयम ! मा पमायए ।। અર્થ : અરે ! આયેશમાં જન્મ પામ્યા પછી પણ પાંચેય ઈન્દ્રિયો સારી સંપૂર્ણ મળવી એ ખૂબ દુર્લભ છે. જો તો ખરો ! આ આદેશમાં પણ કેટલાય જીવો બહેરા-આંધળા-તુલા-લંગડા-રોગી દેખાય જ છે ને? તને તો પાંચ ઇન્દ્રિયો પણ સારી-સંપૂર્ણ મળી છે. તો પછી ગૌતમ ! હવે ક્ષણ માત્ર પણ પ્રમાદ ન કરીશ. (३९) अहीणपंचिंदिअत्तं पि से लहे उत्तमधम्मसुई उ दुल्लहा । कुतित्थिनिसेवए जणे समयं गोयम ! मा पमायए ।। અર્થ : કદાચ આદેશમાં સંપૂર્ણ ઈન્દ્રિયો સાથેનો માનવભવ પણ હજી મળી જાય પણ એમાં ઉત્તમધર્મનું જિનવાણીનું શ્રવણ તો ખૂબ જ દુર્લભ છે. જો તો ખરો ! બધા લોકો કુતીર્થિકોને=અજૈનોને, કુગુરુઓને જ સેવી રહ્યા છે. હે ગૌતમ ! તને તો મારી પાસે ઉત્તમધર્મનું શ્રવણ પણ મળ્યું છે. તો હવે ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરીશ. (૪૦) ના વિ ઉત્તમ સુ સદા પુરી દુerદા | मिच्छत्तनिसेवए जणे समयं गोयम ! मा पमायए ।। અર્થ : ઉત્તમધર્મનું શ્રવણ તો હજી ય મળે પણ એ સાંભળ્યા પછી એ જિનવચનોમાં અકાટ્ય શ્રદ્ધા વળી ઘણી દુર્લભ છે. માટે જ તો ધર્મશ્રવણ કરનારાઓ પણ મિથ્યાત્વને સેવનારા દેખાય છે. (કુળદેવી, ગોત્રદેવી, રક્ષાબંધન વગેરે વગેરે) હે ગૌતમ ! તને તો જિનવચનમાં અવિહડ શ્રદ્ધા છે જ. માટે જ હવે એક ક્ષણ પણ પ્રમાદ ન કરીશ. (४१) धम्मपि हु सद्दहतया दुल्लहया काएण फासया । इह कामगुणेसु मुच्छिआ समयं गोयम ! मा पमायए ।। અર્થ : ઓ ગૌતમ ! તું ખરેખર મહાભાગ્યવાનું છે. અરે, જગતમાં જિનવચન ઉપર શ્રદ્ધા કર્યા પછી પણ કાયા વડે એ જિનવચનનું પાલન ખૂબ જ દુર્લભ છે. માટે જ તો મારા વચન ઉપર અગાધ ૧૦૮ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy