SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ તથા પૂ.આ. શ્રી વિજયધર્મધુરધરસૂરીશ્વરજી મ.શ્રી આ ત્રણના જીવનની, એમના શુદ્ધોચ્ચાર-શુદ્ધ લેખન અને બોલી ચાલ તથા રહેણી / કરણીની ગાઢ અસર નિજના જીવનમાં આવી, જેણે જીવન ઘડતરનું કામકર્યું. મારે એટલું તો કબુલ કરવું જ જોઈએ કે મારા જીવનમાં તથા મારી રચના જે કાંઈ ખૂબી જોવા મળે છે તેમાં અનેકોનો અનેક પ્રકારનો સહયોગ જનિમિત્તરૂપ છે. મહાકવિ કાલિદાસ જેવા પણ પોતાના રઘુવંશ મહાકાવ્યના પ્રારંભમાં જ્યારે “મી વસ્ત્રસમુી, સૂરસ્થાપ્તિ એ તિઃ” એમકહીને પોતાના કર્તુત્વનો ઈન્કાર કરતા હોય ત્યારે આપણા જેવાની તો વાત જ શી કરવાની હોય? એ વિરલક્ષણોની યાદ આજે ય અકબંધ છે પ્રિય સૌ કોઈને પોતાના જીવનમાં એવી ક્ષણો આવતી જ હોય છે કે જેની યાદ સદા તાજી રહ્યા જ કરે. અમારે પણ ઉંમરના ૮૦ વર્ષ અને દીક્ષા પર્યાયના ૬૮ વર્ષમાં ત્રણ ચાતુર્માસના સમયો એવા વીત્યા છે કે એ સમયે થયેલી કમાણી મૂડીરૂપ બની, એમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહી છે. સમય સં. ૨૦૧૨, સ્થળ - સાબરમતી - રામનગર જૈન ઉપાશ્રય, ત્યાં ચાતુર્માસ બિરાજમાન પૂ. પં. (પછીથી આચાય) શ્રી મેરુવિજયજી મ.ની પ્રેરણાથી ઉપધાન તપ કરાવવામાં આવ્યા, તે પ્રસંગે શ્રી સંઘની વિનંતિથી પૂ.પા. ગીતાર્થ શિરોમણિ આચાર્ય ભગવન્ત શ્રીમવિજયોદયસૂરીશ્વરજી મ. શ્રી પણ સપરિવાર પધાર્યા. ઉપધાન તપનો મંગલ પ્રારંભ થતાં ક્રિયા પૂ. પંન્યાસજી મ. કરાવે અને વ્યાખ્યાન પૂજ્યપાદશ્રીજી ફરમાવે. ઉપવાસના દિવસે સમયના બંધનવગર અને નવીના દિવસે ૧/ ૧ કલાક ચાલતા એ વ્યાખ્યાનમાં શ્રોતાઓ રસતરબોળ બની જતાં, હું પણ બધા જ કામોબાજુ ઉપર મૂકી વ્યાખ્યાનમાં અચૂક હાજર થઈ જતો નવકારથી સર્વમંગલ સુધી બેસવાનું અનેસ્થિરચિત્તે સાંભળવાનું. દોઢેક મહિનાનો વીતેલોએ કાળ જ્ઞાનની દષ્ટિએ ઘણું/ઘણું આપી ગયો. અગમ્યભાવો જાણવા/સમજવામળ્યા.
SR No.022616
Book TitleVividh Haim Rachna Samucchay
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages332
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy