SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ આખું શરીર એકદમ પીળું પડી ગયેલું. ઉંમર હશે આશરે ૨૧ વર્ષ ! મહાત્મા વિચારમાં પડ્યા. ‘આ બહેન તો કોમામાં છે, બેભાન છે. હું માંગલિક સંભળાવું, પણ એ ક્યાં સાંભળવાના છે ?' ‘શું નામ છે તમારી દીકરીનું ?' ભાઈએ નામ કહ્યું. ‘જરાક નામથી એને બોલાવો ને ?’ “સાહેબજી ! એ તો સાત દિવસથી કોમામાં છે. એને નામથી બોલાવવાનો કોઈ અર્થ નથી.” ‘છતાં એકવાર નામથી બોલાવો તો ખરા ?' મહાત્માના આગ્રહને કારણે પપ્પાએ દીકરીને નામથી બોલાવી. અને આશ્ચર્ય સર્જાયું. દીકરીએ એક જ પળમાં આંખ ખોલી. જે કામ સાત દિવસની દવાઓથી માંડીને કોઈપણ ઉપાયથી ન થયું. એ કામ ખાલી નામના ઉલ્લેખ માત્રથી થઈ ગયું. આખો પરિવાર આનંદના આંસુ વહાવવા લાગ્યો. મહાત્માએ નવકાર-માંગલિક સંભળાવ્યું, છોકરીએ હાથ જોડી સાંભળ્યું. છેલ્લે મહાત્માએ ઓઘો ઉંચો કર્યો. ‘આ રજોહરણ લઈને પછી જ જીવન પૂરું કરશો ને ?’ ૨૧ વર્ષની કન્યાએ ભયંકર બિમારી વચ્ચે, આંખો પટપટાવીને, જરાક માથું હલાવીને સંમતિ આપી અને મા-બાપની આંખમાંથી ચોધાર આંસુ સરી પડ્યા. એ જ પળે છોકરીએ છેલ્લા ડચકા ખાધા, પ્રાણ નીકળી ગયા. (માત્ર છેલ્લી પાંચ-દસ મિનિટ માટે આંખ ખુલવી, સાધુના અને ઓઘાના દર્શન થવા, એની હાર્દિક સંમતિ આપવી... અને તરત જ પ્રાણ નીકળી જવા... આવું ઉત્તમ મરણ આપણને સૌને મળે એ જ પ્રભુને અંતરથી પ્રાર્થના !) વિનય વડો સંસારમાં કારતક વદ ચૌદસ ૨૦૬૮ના વહેલી સવારે ૮ મહાત્માઓ ઉત્તર ગુજરાતના એક શહેરમાં જઈ ચડ્યા. ગામના ઉપાશ્રયમાં માત્ર બે જ કલાક રોકાઈને સોસાયટીમાં જતા રહેવાનો અને ત્યાં જ મહિનો રોકાઈ જવાનો નિર્ણય ગામના લોકોની લાગણીસભર વિનંતિને જોઈને બદલવો પડ્યો અને માગસર સુદ અગ્યારસ સુધી ત્યાં જ રોકાણ કરવામાં આવ્યું. આઠ મહાત્માઓમાં બે વડીલ મુનિવરો હોવા છતાં, નાના સાધુ પણ તૈયાર થાય, એ હેતુથી १८
SR No.022596
Book TitleVishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2016
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy