SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ -~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ એવી જ કોઈ વાત-વિષય, અંતિમ દિવસોની આરાધનામાં ઉપયોગી જણાય તો મને જરૂર જણાવશો. સારા અક્ષરોનું લખાણ હશે, તો ઝેરોક્ષ કરાવીને મારી રોજીંદી ફાઈલમાં મૂકીશ, વાંચીશ. મારી સમાધિ બની રહે – ટકી રહે અને સદ્ગતિ થાય, તેમાં તમારો સાથ-સહકાર પૂરેપૂરો મને છે અને રહેશે એવા પ્રબળ વિશ્વાસથી લખ્યું છે. મારા માટે આ લખવાનો શ્રમ પણ ઘણો થઈ રહ્યો છે... પણ શું કરું ? મેં સ્વીકારેલ સર્વવિરતિ ધર્મ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. આત્મકલ્યાણનો આ એક જ માર્ગ છે, તેમાં મીન-મેખ ફેર નથી. તેને માટે અટલ વિશ્વાસ છે જ. માત્ર, મારા અંતિમ દિવસોમાં મોક્ષ માર્ગની ઉત્કૃષ્ટ આરાધના થાય, પરિણતિ બની રહે – ટકી રહે - એ જ તમારે કરવાનું છે - સહાયક બનવાનું છે. “માગ્યા વિના મા પણ ન પીરસે’ એ લૌકીક નીતિ છે. પરંતુ આ તો લોકોત્તર ધર્મ છે. માગ્યા વિના પણ સામેથી દોડી આવીને સમાધિમાં સહાયક બને એ સાધુ છે. (“સમાધિમરણ માટેની કેવી તીવ્ર ઝંખના હોવી જોઈએ,” એ આ મહાત્માના પત્ર ઉપરથી અનુભવાય છે. આપણે જો કોઈકને મરણ વખતે સમાધિ આપનારા બનશું, તો ચોક્કસ આપણને પણ કોઈક સમાધિ આપનાર મળી આવશે. એટલે જ વૃદ્ધોની, એમાં ય મરણ નજીક રહેલાઓની સેવા-સુશ્રુષા કરવામાં આપણે પ્રમાદ, ઉપેક્ષા ન જ કરવી જોઈએ.) साधूनां दर्शनं पुण्यम् સાહેબજી ! નીચેના માળે પધારશો ?” શાના માટે ? “મારી દીકરીને માંગલિક સંભળાવવા ?” શું થયું છે?” કમળો થયેલો, રોગ વકર્યો અને કમળી થઈ. એના લીધે જ કોમામાં જતી રહી છે. બેભાન છે. ડોક્ટર કહે છે કે “બે-ચાર કલાક માંડ જીવે”... Please ! પધારશો ?” બોલતા બોલતા એ દીકરીના બાપનો સ્વર ભીનો બની ગયો. | મુંબઈની હોસ્પીટલમાં આઠેક મહિના પૂર્વે બનેલો આ પ્રસંગ ! એક વૃદ્ધ મહાત્માને હોસ્પીટલમાં દાખલ કરેલા, એમની સેવામાં જે યુવાન સાધુ રોકાયેલા, એમને પેલા ભાઈએ કરગરતા હોય, એમ વિનંતિ કરી. મહાત્મા તો તરત જ નીચે ઉતર્યા, રૂમમાં ગયા. આખો પરિવાર હાજર ! જોયું તો છોકરીનું
SR No.022596
Book TitleVishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2016
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy