SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ - વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ + ઉદારતા કેળવો “મેં એવું સાંભળેલું છે કે આપના ગુરુદેવને પ્રતિપક્ષીઓએ મૂઠના પ્રયોગથી ખતમ કર્યા. કારણકે આપના ગુરુદેવ શાસનના કાર્યમાં ખૂબ જ અગ્રેસર હતા.” એક રાત્રે એ જ આચાર્ય બને મેં ભીલડીયાજીમાં પ્રશ્ન કર્યો. આખો દિવસ અમે બધા સ્વાધ્યાયમાં! આચાર્ય ભ. સંશોધનાદિ કાર્યોમાં! છેક સાંજે અંધારું થયા બાદ બધા ભેગા થઈએ, રાત્રે ૧૦ વાગ્યા સુધી પૂ.આ.ભ. પાસે બેસીને નવા નવા અનુભવો મેળવીએ. એમની ગુણવત્તા નિહાળીને મન ખેંચાઈ ગયેલું, ચોંટી ગયેલું. એક રાતે વાત વાતમાં મેં ઉપર મુજબ પ્રશ્ન કર્યો, એમણે બીજી જ પળે નિખાલસતા સાથે વર્ષો પૂર્વે થયેલા પોતાના ગુરુદેવના કાળધર્મની હકીકત વિસ્તારથી જણાવવા માંડી.. અને અંતે કહ્યું “જુઓ, તમે જ્યોતિષી પાસે જશો, તો એ કહેશે કે અમુક ગ્રહના કારણે આ મૂલ્ય થયું છે. ડૉક્ટર પાસે જશો, તો એ કહેશે કે અમુક રોગના કારણે મૃત્યુ થયું છે. ભુવાઓ ફકીરો વગેરે પાસે જશો, તો એ કહેશેકે અમુક પ્રયોગાદિના કારણે મલિન દેવો દ્વારા આ મૃત્યુ થયું છે. તમે વૈદ્ય પાસે જશો તો એ વાત-પિત્ત-કફના ગણિત આપશે... દરેકના ઉત્તરો અલગ અલગ મળવાના. આમાં સાચું શું? એનો નિર્ણય થઈ જ ન શકે. મેં તમને જે ઘટના કહી, એ મુજબ તો પૂ. ગુરુદેવશ્રીનું મૃત્યુ શારીરિક પ્રતિકૂળતાને કારણે જ થયું હોવાનું હું માનું છું. એમાં બીજા કોઈ ઉપર આરોપ મુકવો મને ઉચિત નથી લાગતો...” હું એકદમ સહજ રીતે બોલાતા એ શબ્દો સાંભળી જ રહ્યો. મેં શબ્દ વાપરેલો “પ્રતિપક્ષી...” પણ એમના માટે તો કોઈ પ્રતિપક્ષી' હતો જ નહિ. કોઈપણ બહાને કહેવાતા પ્રતિપક્ષીઓ ઉપર નાનો મોટો આરોપ મુકવાનું કોણ ચૂકે છે? અરે, નાની નાની વાતમાં પણ આપણે, આપણા કોઈક માટેના બંધાઈ ગયેલા પૂર્વગ્રહના પાપે ધડાધડ રજુઆત કરી દેતા હોઈએ છીએ...” આ તો આમણે જ કર્યું હશે... એ છે જ એવા ! એ આવું ન કરે તો આશ્ચર્ય!' એને બદલે મારા જેવા સામે ચાલીને એવી વાતને દઢ કરવા જાય છે. ત્યારે એ વાત પર બિલકુલ વજન મુકવાને બદલે બધાના મનમાં સૌ પ્રત્યે મૈત્રી ભાવના વધે.. એવી જ સુંદર મજાની રજુઆત! આ માસક્ષમણ નથી, આ નવ્વાણું નથી, આ ઘોરાતિઘોર જપ નથી... આ હજારો ગાથાઓનો કંઠસ્થ પાઠ નથી... પણ આ બધા કરતા પણ વધારે એવું કંઈક છે... એ છે ઉદાર-ઉદાત્ત પરિણતિ! ૧૦૭ -
SR No.022596
Book TitleVishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2016
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy