SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) શિષ્યહિતા - ટીકા અથવા બૃહવૃત્તિ અથવા પાઈય ટીકા વાદિવેતાલ શાન્તિસૂરિ મ. (સન ૧૦૪૦ આસપાસ) (૪) સુખબોધી ટીકા - બૃહદ્ગચ્છીય નેમિચન્દ્રસૂરિ મ. (વિ.સં. ૧૧૨૬), જ્ઞાનસાગરસૂરિ મ. કૃત અવસૂરિ (વિ.સં. ૧૪૪૧), કીરિવલ્લભગણિ મ. ની ટીકા (૧૫૫૨), ઉપાધ્યાયશ્રી કમલસંયમ મ. (૧૫૫૪), ઉપા. શ્રી તપોરત્ન મ. ની લઘુવૃત્તિ (૧૫૫૦), વિનયહંસ મ. કૃતા વૃત્તિ-(વિ.સં. ૧૫૬૭ થી ૧૫૮૧), માણિજ્યશેખરસૂરિ મ. ની દીપિકા ટીકા, અજિતદેવસૂરિ મ. કુતા ટીકા (૧૯૨૯), ગુણશેખર મ. કતા ચૂર્ણિ; ભાવવિજયગણિ મ. કૃતા ટીકા (૧૬૮૯), શ્રી હર્ષનંદનગણિ મ. કૃતા ટીકા (૧૭૧૧), શ્રી ધર્મમંદિરગણિ મ. કૃતા મકરન્દ ટીકા (૧૭૫૦), શ્રી ઉદયસાગરજી મ. કૃતા દીપિકા ટીકા (૧૫૪૬), હર્ષ કુલ મ. ની દીપિકા (૧૯૦૦), અમરદેવસૂરિ મ. કુતા ટીકા, શાન્તિભદ્રાચાર્યની ટીકા, મુનિચન્દ્રસૂરિ મ. કૃતા ટીકા, જ્ઞાનશીલગણિ મ. કૃતા અવચૂરિઆમાંથી ઘણી અપ્રકાશિત છે. પ્રેરણા : પ્રસ્તુત દીપિકા વૃત્તિ સહિત ઉત્તરાધ્યયન સૂત્રનું સૌથી પ્રથમ પ્રકાશન રાય ધનપતસિંહજી તરફથી થયેલ. ત્યારબાદ જામનગર નિવાસી પંડિત હીરાલાલ હંસરાજે પ્રકાશન કરેલ. હમણાં હમણાં આ ગ્રંથ અપ્રાપ્ય હતો. પુનર્મુદ્રણની આવશ્યક્તા જોઈ પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિ દ્વારા પ્રેરિત થઈને ૫.પૂ. મુનિરાજશ્રી વજસેનવિજયજી મહારાજે મને પ્રેરણા કરી અને આ કામ સંપન્ન થયું... પ્રસ્તુત સંસ્કરણ: પ્રસ્તુત ગ્રંથના સંપાદનમાં બે હસ્ત લિખિત પ્રતનો ઉપયોગ કર્યો છે. (૧) [ સંજ્ઞક પ્રત - લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટીટ્યૂટની (પોથી નં. ૨૦, પુસ્તક નં. ૯૦૨૦) છે. જેની લંબાઈ લ” - પહોળાઈ – ૪” છે. પૃઇ સંખ્યા ૨૫૭. ગ્રન્થાન્ત લેખન સંવત્ આદિ નીચે મુજબ... ગ્રન્થાૐ-૧૫૩૦૦... संवत् १८५७ रा मिति कार्तिक सुदि ६. तिथौ भौमवारे भट्टारक श्री जिनहर्ष सूरीश्वरान् विजय राज्ये, भट्टारक श्री जिनभद्रसूरिजी शाख्यायां उपाध्याय श्री क्षमाप्रमोदजी गणिवरवरान् तत् शिष्य उपाध्यायश्री उदयधर्मगणि गणिवरान् तत् शिष्य पं प्र. श्री रत्नकल्याणगणि गणिवरान् तत् शिष्य पं. प्र. लक्ष्मीरंगमुनि लिखते पुस्तक । श्री फलवद्धिकाय । चतुर्मासिकस्थितायां, श्री ऋषभस्वामिप्रासादात् । (૨) D સંજ્ઞક પ્રત. અમદાવાદ દોશીવાડાની પોળમાં રહેલ ડહેલાનાં ઉપાશ્રયના ભંડારની છે - આ પ્રતનાં પૂર્વાર્ધનો આ સંપાદનમાં ઉપયોગ થઈ શક્યો છે. (૩) મુળ ૧ સંજ્ઞક પ્રત. રાય ધનપતસિંહ પ્રકાશિત ઉત્તરાધ્યયન સૂત્ર છે. વૃત્તિમાં આવતા સાક્ષીપાઠોને જુદા ટાઈપથી અલગ બતાવ્યાં છે. તથા તેની અકારાદિ સૂચિ પણ પરિશિષ્ટમાં આપી છે. ટીકામાં આવતા કથાનકોની અલગ સૂચિ અકારાદિક્રમથી
SR No.022593
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay, Bhagyeshvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2002
Total Pages326
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy