SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ આપેલ છે. ગાથા અકારાદિ ક્રમ પણ આપેલ છે. ઘણી કાળજીથી પ્રૂફ જોવા છતાં કેટલીક અશુદ્ધિઓ રહી જતી હોય છે. કેટલીક અશુદ્ધિઓ મુદ્રણ દરમિયાન ટાઈપો તૂટવાથી પણ સર્જાય છે. જે અશુદ્ધિઓનો ખ્યાલ વાંચતા આવી જાય છે. તે શુદ્ધિપત્રકમાં આપી નથી. જ્યાં ગેરસમજ થવા સંભવ છે તેનું જ શુદ્ધિપત્રક આપ્યું છે. વાચકોને એનો ઉપયોગ કરવા પૂર્વક વાંચવા ભલામણ છે. ઋણ સ્વીકાર : પ્રસ્તુત કાર્ય પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી તથા પ.પૂ. શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય ૐકારસૂરીશ્વરજી મહારાજ તથા ૫.પૂ. ચન્દ્રયશ વિજયજી મ.સા.નાં આશિર્વાદથી સંપન્ન થયું છે. -પૂજ્યપાદ મુનિરાજશ્રી અરવિંદવિજયજી મહારાજે પ્રૂફ રીડિંગ તથા છપાયેલા ફર્માની નકલો જોઈ આપીને શુદ્ધિપત્રક આદિમાં મને ઘણી જ સહાયતા કરી છે. પૂજયપાદ મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજે ઘણે ઘણે સ્થળે માર્ગદર્શન આપી કામને ઘણું સરળ બનાવી આપ્યું છે. પૂજ્યપાદ સંશોધક મુનિરાજશ્રી મુનિચંદ્રવિજયજી મહારાજે સંપાદનની પદ્ધતિઓ બતાવી કામ કેમ કરવું આદિ માહિતી આપી આ ક્ષેત્રમાં પગલાં પાડતાં શીખવ્યું છે. આ બીજા ભાગનાં ઘણાખરાં પ્રૂફો મુનિરાજશ્રી અનંતદર્શનવિજયજી મ.એ જોઈ આપીને અપૂર્વ શ્રુતભક્તિ વ્યક્ત કરી છે. સંપાદન-પ્રેરણા, મુદ્રણ માર્ગદર્શન આદિ વિષયમાં અનેરી આત્મીયતા બતાવીને પૂજયપાદ મુનિરાજશ્રી વજ્રસેનવિજયજી મહારાજે મને ઉપકૃત કર્યો છે. મુદ્રણ સૌષ્ઠવ સંપૂર્ણપણે એમને આભારી છે. ગુરુભ્રાતા મુનિરાજશ્રી મહાયશવિજયજી પણ પ્રૂફ રીડિંગમાં સહાયક બન્યા છે. પૂજ્યપાદ ગુરુભગવંતોએ કરેલા એ ઉપકારોને પુનઃ પુનઃ કૃતજ્ઞભાવે સ્મરણ કરી ચરણે વંદન કરી કાંઈક સંતોષ મેળવું છું. ધન્યવાદ! હસ્તપ્રતો મેળવી આપવા માટે તે તે ગ્રંથાલયનાં સંચાલકો અને પં. શ્રી બાબુલાલ સવચંદભાઈએ સારો સહયોગ આપી શ્રુતભક્તિનું ઉત્તમ કાર્ય કર્યું છે. તે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે. ગ્રંથપ્રકાશનમાં તે તે સંઘોએ ઉદારદિલે આર્થિક સહયોગ આપી શ્રુતભક્તિનો ઉત્તમ લાભ લીધો છે જે અનુમોદનીય છે. પ્રથમ ભાગમાં નામાવલિ આપી આ બધાના સહકારથી આ કાર્ય ઘણું સરળ બન્યું છે. લિ. પૂજ્યપાદ શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય કારસૂરીશ્વરજી મહારાજનાં શિષ્યરત્ન તપસ્વી પ.પૂ. મુનિરાજશ્રી ચન્દ્રયશવિજયજી મહારાજના પાદપદ્મરે મુનિ ભાગ્યેશવિજય ચૈત્ર સુદ-પ્રથમ-૬, બુધવાર ૨૦૪૧ તા. ૨૭-૩-૮૫ ભીલડીયાજી તીર્થ
SR No.022593
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay, Bhagyeshvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2002
Total Pages326
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy