SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેમાંની એક એટલે પ્રસ્તુત શ્રી સુમતિસૂરિ રચિત વૃત્તિ આ મહાપુરુષ કયા ગચ્છમાં થયા. કયા વર્ષમાં થયા, એમની ગુરુ પરંપરા કઈ હતી તેનો સ્પષ્ટ ઉલ્લેખ કયાંય મળતો નથી. તેથી તેમની વિશેષ વિગતો અહીં આપી શકાઈ નથી. હા, એક ખુલાસો કરવો જરૂરી છે... ગ્રંથકારે પોતાનું નામશ્રી સુમતિસૂરિ. એમસ્પષ્ટ જણાવ્યું હોવા છતાં કેટલાક સંપાદક, લેખક વગેરેએ એમનું નામ સુમતિ સાધુસૂરિ જણાવ્યું છે અને તપગચ્છની પરંપરામાં થયેલા શ્રી, લક્ષ્મસાગરસૂરિના પટ્ટધર તરીકે ઉલ્લેખ કરેલ છે. પણ તે માનવામાં આવતું નથી. કારણ કે જો તેમ હોત તો ગ્રંથને અંતે પ્રશસ્તિયાં તેમજ તપાગચ્છીય પટ્ટાવલી-ગુવવળી જેવા ગ્રંથોમાં અવશ્ય તેનો ઉલ્લેખ થયો હોત. અસ્તુ.. બાળ જીવોને પણ અત્યંત ઉપકારી બને એવી આ ટીકાનું વર્ષો પૂર્વે પ્રકાશન થયું હતું. વર્તમાનમાં જૂના - નવા જ્ઞાનભંડારમાં દુર્લભ બને જતાં આ ગ્રંથનો શ્રી શ્રમણ સંઘમાં પુનઃ સ્વાધ્યાય શરૂ થાય તે હેતુથી સંયમૈકલક્ષી પૂ. આચાર્યદેવશ્રીમદ્ વિજય જગશ્ચંદ્રસૂરિજી મહારાજના શિષ્યરત્ન - સ્વાધ્યાયપ્રેમીપૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય અભયચંદ્રસૂરિ મહારાજની શુભપ્રેરણા-પ્રયત્નથી આ ગ્રંથનું પુનઃ પ્રકાશન થઈ રહ્યું છે. તે ખૂબ જ આનંદની વાત છે. સાથે સતત અધ્યયન - અધ્યાપનમાં રત પૂજ્યશ્રી દ્વારા બીજા પણ સ્વાધ્યાયોપયોગી આવા અનેક ગ્રંથોને નવજીવન પ્રાપ્ત થાય એવી શાસનદેવને પ્રાર્થના આપણા જ્ઞાનભંડારોમાં આજે પણ બીજા અનેક ગ્રંથો પુનરુદ્ધારની રાહ જોઈ રહ્યા છે. V વાસુપૂજ્ય બંગલોઝ, ૯ સેટેલાઈટ, અમદાવાદ જેઠ સુદ-૯, મંગળવાર, ૨૦૬૯ In " (પ્રસ્તુત સંપાદનમાં પૂર્વમુજબ વૃત્તિકારનું નામ સુમતિસાધુસૂરિ રાખ્યું છે.)
SR No.022577
Book TitleDashvaikalaik Sutram
Original Sutra AuthorN/A
AuthorAbhaychandravijay
PublisherDivyadarshan Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy