SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ જે આગમસૂત્રના ૪ અધ્યયનનો પાઠ કર્યા વગર પચ્ચકખાણ પારતાન હતાતે આગમસૂત્રએટલે દશવૈકાલિક. ૧૨.ભગવાન સીમંધરસ્વામી પાસેથી મળેલી ૪ ચૂલિકામાંથી જે શાસ્ત્રના છેડે બે ચૂલિકા જોડવામાં આવી તે શાસ્ત્ર એટલે દશવૈકાલિક. ૧૩.આવી બીજી અનેક વિવિધતાઓને પોતાની ગોદમાં છુપાવીને બેઠેલું સૂત્ર એટલે દશવૈકાલિક. દશવૈકાલિક મારું પ્રિય સૂત્ર છે. દીક્ષા પછી જો કોઈ આગમ સંપૂર્ણ કંઠસ્થ થયું હોય તો તે હતું દશવૈકાલિક. દિવસો મહિનાઓ સુધી આ સૂત્રનો મેં સ્વાધ્યાય કર્યો છે. એમાં પણ એનું આઠમું અધ્યયન-આચારપ્રસિધિ મને ખૂબ ગમતું. મારું મનપસંદ અધ્યયન હતું. એમાંની ઘણી બધી ગાથાઓ અને પદો આજે પણ સહજ પણે પદાર્થને પુષ્ટ કરવા પ્રવચનમાં રેફરન્સ તરીકે ક્વોટથઈ જાય છે. - વર્તમાનમાં વર્ષ-પ્રતિવર્ષદીક્ષાઓ વધતી જાય છે, શ્રમણ સંઘમાં વૃદ્ધિ થતી જાય છે... ત્યારે મારી એ મુનિ ભગવંતોને વિનંતિ છે... જો સંપૂર્ણ સૂત્ર કંઠસ્થ થાય તો વેલ એન્ડ ગુડ. છેલ્લે પાંચ અધ્યયન 'પછી ગાડી અટકી જાય તો પણ આઠમું અધ્યયન કંઠસ્થ કરવા માટે પૂરો પ્રયત્ન કરવો. જે આત્માની પરિણતિને અવશ્ય નિર્મળ બનાવશે. ચૌદ પૂર્વધર શ્રી શય્યભવસૂરિ મહારાજ રચિત-સંકલિત શ્રી દશવૈકાલિક સૂત્ર પર ૧૪૪૪ ગ્રંથ રચયિતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજ જેવા દિગ્ગજ આચાર્યભગવંતે ટીકારી છે. અલબતુ, મંદ ક્ષયોપશયને ધરાવતા મુનિઓ આવા વિર્ભોગ્ય સર્જન દ્વારા શ્રુતના રહસ્યને ન પામી શકે એવું બનવા જોગ છે. એટલે જ એ પછીની પરંપરામાં થયેલા અનેક ધુરંધર આચાર્યો એ શ્રી દશવૈકાલિક સૂત્રની, મધ્યમવૃત્તિ કે લઘુવૃત્તિ કહી શકાય તેવી અનેક વૃત્તિઓનું સર્જન કર્યું
SR No.022577
Book TitleDashvaikalaik Sutram
Original Sutra AuthorN/A
AuthorAbhaychandravijay
PublisherDivyadarshan Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy