SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૬. જીવનને પીઠ બતાવી, કર્મનો નાશ કરે છે. જે માર્ગને શિખવાડે છે તે કર્મોનો સામનો કરે છે. ૬૧૭. જાદા જાદા માણસોને ધર્મની દેશના આપી આ લોકે પૂજનની આશા કરે છે. તે આશા વિનાની યતના કરે છે, શાંત થાય છે, તે દ્રઢ થઈ મૈથુન સેવવું બંધ કરે છે. ૬૧૮. નિવારને ન લે. જ્ઞાની કે જે અનાકુળ છે, પવિત્ર છે, તે સદા શાંત હોય છે. તે પૂરેપૂરી સિદ્ધિ મેળવે છે. ૬૧૯. તે સંપૂર્ણ જ્ઞાની કુશળ હોય છે, તે કશાનો પણ વિરોધ મન, વચન અને કાયાથી અને આંખોથી જોઈ, કરી ન શકે. ૬૨૦. તે આ લોકે માણસોનાં ચક્ષુ જેવા છે. જે અંતની ઇચ્છા કરે છે. અંતથી જ છૂરો વધ કરે છે. ચાક પણ અંતથી જ ગોળ ગોળ ફેરવે છે (ફરે છે). ૬૨૧. ધીર પુરુષ અંતને સેવે છે. તેથી જ તે અંતકર થાય છે. આ લોકે માણસો ધર્મનું આરાધન કરે છે. ૬૨૨. તે દેવની જેમ નિશ્ચિત અર્થે દેખાય છે. મેં છેલ્લે છેલ્લે આમ સાંભળ્યું છે. મેં આ એક જ સાંભળ્યું છે કે અમનુષ્ય માટે તે સાચું નથી. ૬૨૩. તે દુઃખનો અંત કરે છે એમ કહે છે. વળી એમ કહે છે કે અહીંથી ઉચ્ચ ગતિએ જવાનું દુર્લભ છે. ૬૨૪. અહીંનાશ કરનારને ફરી સમ્યકત્વ પ્રાપ્તિ દુર્લભ છે તેમ જ ત્યાં સાચા ધર્મ જાગ્રતિ કરનારા મળવા પણ મુશ્કેલ છે. ૬૨૫. જે શુદ્ધ ધર્મને પૂરેપૂરો અખંડ કહે છે તે અખંડ જ્ઞાનીને જે સ્થાન છે તેને પુનર્જન્મ ક્યાંથી હોય? 161
SR No.022567
Book TitleSutrakritang Skandh 01
Original Sutra AuthorN/A
AuthorKantilal Kapadia
PublisherKantilal Kapadia
Publication Year2005
Total Pages180
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy