SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭ શુદ્ધ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવું જોઈએ. આ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કર્યા બાદ જીવમાં સતત કષાયોના ઉપશમરૂપ પ્રશમ, મોક્ષના ઉત્કટ અભિલાષરૂપ સંવેગ, ચારગતિના પરિભ્રમણરૂપ સંસાર પ્રત્યે નિર્વેદ, દુ:ખી જીવો પ્રત્યે અનુકંપા અને આત્માદિ તત્ત્વોની શ્રદ્ધારૂપ આસ્તિક્યની અભિવ્યક્તિ થાય તેવો યત્ન ક૨વો જોઈએ. વળી, આવું સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી નિક્ષેપ, પ્રમાણ, નય નિર્દેશ, સત્, સંખ્યાદિ ઉપાયો દ્વારા જીવાદિ તત્ત્વોનું વિશુદ્ધજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આનાથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દર્શનને કારણે સતત પ્રશમ આદિ ભાવો આત્મામાં વર્તે છે. તેથી કલ્યાણના અર્થીએ સતત પ્રશમ-સંવેગાદિ ભાવો પોતાનામાં સ્પષ્ટ-સ્પષ્ટતર વ્યક્ત થાય તે રીતે સતત માનસિક કસરત કરવી જોઈએ, જેથી સ્થિર પરિણામવાળું સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય. સમ્યગ્દર્શનને કારણે જે પ્રશમાદિ ભાવો વર્તે છે તેવા પરિણામથી યુક્ત જીવાદિ તત્ત્વનો વિશુદ્ધ બોધ ક૨વામાં આવે તો વિશુદ્ધજ્ઞાન પ્રાપ્ત થાય છે, જે વિશુદ્ધજ્ઞાન સતત મોહના ઉન્મૂલનનું કારણ બને છે. તેથી મોહના ઉન્મૂલનનું કારણ બને તે પ્રકારે જીવાદિ તત્ત્વોનો નિક્ષેપ-પ્રમાણ આદિ દ્વારો દ્વારા બોધ કરવો જોઈએ. આ પ્રકારે બોધ કર્યા પછી પારિણામિકભાવ, ઔયિકભાવ, ઔપમિકભાવ, ક્ષાયોપશમિકભાવ અને ક્ષાયિકભાવનું વાસ્તવિક સ્વરૂપ જાણવા યત્ન કરવો જોઈએ, જેથી ઔદિયકભાવોના ત્યાગ માટે અને ઔપશમિકાદિ ભાવોની પ્રાપ્તિ માટે ઉચિત પ્રયત્ન કરવાને અનુકૂળ માર્ગાનુસારી બુદ્ધિ પ્રાપ્ત થાય. આ રીતે આત્મામાં વર્તતા પારિણામિક આદિ ભાવોનો બોધ કર્યા પછી સાતમા અધ્યાયના સાતમા સૂત્રમાં કહ્યું એ પ્રમાણે અનાદિમાન્ અને આદિમાન એવા પારિણામિકભાવ અને ઔયિકભાવોના ઉત્પત્તિ, સ્થિતિ, અન્યતા=દરેક પદાર્થનો પરસ્પર ભેદ, અનુગ્રહ અને પ્રલયના તત્ત્વને જાણનારો પોતે બને, તે પ્રકારે યત્ન કરવો જોઈએ, જેથી સંવેગ અને વૈરાગ્ય સ્થિર થાય; કેમ કે જગતના સ્વભાવનું સમ્યક્ ચિંતવન અનાદિમાન્ પારિણામિકભાવોના ચિંતવનથી થાય છે અને આદિમાનૢ એવા ઔદયિકભાવોનું ચિંતવન કરવાથી કાય સ્વભાવનો વાસ્તવિક બોધ થાય છે, જેથી આત્મામાં સંવેગ અને વૈરાગ્ય સ્થિર થાય છે. આ રીતે વિરક્ત થયેલા મહાત્મા તૃષ્ણા વગરના થાય છે, તેથી ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થાય છે અને પાંચ સમિતિઓથી સમિત થાય છે. આવા મહાત્મા દશ પ્રકારના યતિધર્મના અનુષ્ઠાનથી અને તેના ઉત્તમફલના દર્શનથી નિર્વાણપ્રાપ્તિની યતનાથી અભિવર્ધિત શ્રદ્ધા અને સંવેગવાળા બને છે અર્થાત્ ચિત્ત નિર્વાણની પ્રાપ્તિને અનુકૂળ બને તેવી ઉચિત સંયમની યતના દ્વારા વૃદ્ધિ પામેલા શ્રદ્ધા સંવેગવાળા થાય છે. વળી સમિતિ-ગુપ્તિવાળા તે મહાત્મા નિર્વાણની પ્રાપ્તિની યતનાથી અભિવર્ધિત શ્રદ્ધા-સંવેગવાળા બન્યા પછી બાર ભાવનાઓથી અને મૈત્રી આદિ ચાર ભાવનાઓથી અભિભાવિત બને છે. વળી તે ભાવનાઓ કર્યા પછી તે ભાવનાઓનું પુનઃ પુનઃ અનુપ્રેક્ષણ કરવા દ્વારા સ્થિરીકૃત આત્માના અનભિષ્યંગવાળા બને છે. તેથી એ પ્રાપ્ત થાય કે કલ્યાણના અર્થી એવા સુસાધુએ સમિતિ-ગુપ્તિ આદિમાં યત્ન કર્યા પછી પણ બાર ભાવનાઓથી આત્માને અત્યંત વાસિત કરવો જોઈએ અને તે ભાવનાઓમાં બતાવાયેલા પદાર્થોના
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy