SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂગ-૭ (અ) અધિગમ એ બેમાંથી અવ્યતરથી થયેલું તત્વાર્થશ્રદ્ધાનાત્મક શંકાઅતિચાર આદિ અતિચારોથી વિયુક્ત પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યના અભિવ્યક્તિ સ્વરૂપ વિશુદ્ધ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરીને અને સમ્યગ્દર્શનના ઉપલંભથી વિક્ષેપ, પ્રમાણ, લય, નિર્દેશ, સત, સંખ્યાદિ અભ્યપાયો વડે= અધિગમના ઉપાયો વડે, જીવ આદિ તત્વોના વિશુદ્ધજ્ઞાનને પ્રાપ્ત કરીને, પરિણામિકભાવોનું, ઔદથિકભાવોનું, પથમિકભાવોનું, લાયોપથમિકભાવોનું અને ક્ષાવિકભાવોનું સ્વતત્વ જાણીને અને અનાદિમ-આદિમ એવા પરિણામિકભાવોના અને ઔદયિકભાવોના ઉત્પત્તિ, સ્થિતિ, અત્યતા, અનુગ્રહ અને પ્રલયના તત્વને જાણનારો, વિરક્ત વિસ્તૃષ્ણ, ત્રણ ગુપ્તિવાળો, પાંચ સમિતિવાળો, દશ લક્ષણ ધર્માનુષ્ઠાનથી=દશ પ્રકારના સાધુધર્મના અનુષ્ઠાનથી, અને ફલદર્શનથી નિર્વાણપ્રાપ્તિને અનુકૂળ થતતાથી અભિવર્ધિત શ્રદ્ધા-સંવેગવાળો, ભાવનાથી ભાવિત સ્વરૂપવાળો, અનુપ્રેક્ષાદિથી સ્થિરીકૃત આત્માના અનભિન્કંગ ભાવવાળો, સંવૃતપણું હોવાથી, નિરાશ્રવપણું હોવાથી, વિરક્તપણું હોવાથી અને વિસ્તૃણપણું હોવાથી, દૂર કર્યા છે અભિનવકર્મના ઉપચય જેણે એવો, પરિષહજયથી બાહ્ય-અત્યંતર તપ અનુષ્ઠાનથી અને અનુભાવથી જિનપર્યત્તના સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકના પરિણામના અધ્યવસાયના વિશુદ્ધિ સ્થાનાંતરોના અસંખ્ય ગુણ ઉત્કર્ષની પ્રાપ્તિથી પૂર્વોપચિત કર્મની નિર્જરાને કરતો સામાયિકસંયમથી માંડીને સૂક્ષ્મસંપરાયસંયમપર્યત્તતા સંયમનાં વિશુદ્ધિસ્થાનોના ઉત્તરોત્તર ઉપલંભથી અને પુલાક આદિ નિગ્રંથોના સંયમના અનુપાલનને કારણે વિશુદ્ધિસ્થાનવિશેષોના ઉત્તરોત્તરની પ્રતિપત્તિથી ઘટમા=યત્ન કરનારા, અત્યંત પ્રહીણ આર્તધ્યાન-રૌદ્રધ્યાનવાળો, ધર્મધ્યાનના વિજયથી પ્રાપ્ત થયેલા સમાધિબળવાળો, પૃથQવિતર્ક, એકત્વવિતર્કરૂપ બે શુક્લધ્યાનના અતરમાં વર્તમાન, તાતા=વિવિધ, પ્રકારની ઋદ્ધિવિશેષોને પ્રાપ્ત કરે છે. II અહીં આદિત્ પરિમિકોયિનાં પાઠ છે તે સ્થાને અનમિત્ બલિન્ પરિમિકોયિનાં પાઠ હોવાની સંભાવના છે. અને શત્રHTધર્માનુષ્ઠાનાના સ્થાને રાત્રફળથતિધર્માનુષ્ઠાનાત્ પાઠ હોવાની સંભાવના છે. ભાવાર્થ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં અત્યાર સુધી મોક્ષમાર્ગ બતાવ્યો એ રીતે નિસર્ગ કે અધિગમમાંથી અન્યતરથી ઉત્પન્ન થયેલા તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરીને મહાત્મા શું પ્રાપ્ત કરે છે ? તે બતાવે છે – તે સમ્યગ્દર્શન તત્ત્વાર્થના શ્રદ્ધાનરૂપ છે, જેને શંકાદિ અતિચારથી વિયુક્ત પ્રાપ્ત કરવું જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે જીવ આદિ નવ તત્ત્વનું તે રીતે શ્રદ્ધાન થવું જોઈએ કે જેથી હેય એવા આશ્રવમાં હેયબુદ્ધિ, ઉપાદેય એવા સંવરમાં ઉપાદેયબુદ્ધિ રહે તથા હેયથી સતત નિવૃત્તિ અને ઉપાદેયમાં સતત પ્રવૃત્તિ કરાવે. આવું તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું જોઈએ. વળી કોઈક યોગ્ય જીવોને તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી કોઈક સ્થાને દિગમોહ થવાથી સમ્યક્તને વિશે શંકાદિ અતિચાર કે મૂઢદષ્ટિપણું આવે છે. પરિણામરૂપે મલિન થયેલું સમ્યગ્દર્શન કલ્યાણનું કારણ બનતું નથી. તેથી પ્રસ્તુત તત્ત્વાર્થાધિગમસૂત્રનું અધ્યયન કરીને શંકાદિ અતિચારોથી રહિત
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy