SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૨, ૩ કરે છે. જીવથી ગ્રહણ થાય તેવી વર્ગણાઓ દારિકવર્ગણા આદિ આઠ છે. તેમાંથી કાશ્મણવર્ગણારૂપ એક વર્ગણા છે, જે કાર્મણશરીર ગ્રહણયોગ્ય પુગલો છે. કાશ્મણશરીરના પુદ્ગલો જીવ કેવી રીતે ગ્રહણ કરે છે? તેની વિસ્તારથી ચર્ચા સૂત્ર-૨૫માં ગ્રંથકારશ્રી કહેશે. તેનો અર્થ આ પ્રમાણે છે – જ્ઞાનાવરણીય આદિ ૮ કર્મોનાં નામ છે, તે નામપ્રત્યયવાળા પુદ્ગલો જીવ સર્વથી=જે આકાશપ્રદેશમાં પોતે રહેલો છે તે આકાશપ્રદેશમાં રહેલા પોતાના સર્વ આત્મપ્રદેશોથી, યોગવિશેષને કારણે ગ્રહણ કરે છે=પોતાના મન-વચન-કાયાના વ્યાપારને આશ્રયીને ગ્રહણ કરે છે. તેથી જેટલો મન-વચન-કાયાને અવલંબીને જીવનો અધિક વ્યાપાર તેટલી અધિક કાર્મણવર્ગણાને ગ્રહણ કરે છે અને જેટલો મન-વચન-કાયાને અવલંબીને જીવનો મંદ વ્યાપાર તેમ કાર્મણવર્ગણાના અલ્પ પુદ્ગલોને ગ્રહણ કરે છે તથા ગ્રહણ કરાયેલા તે પુદ્ગલોને જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મરૂપે પરિણમન પમાડે છે. તે પરિણમન પ્રત્યે જીવનો કષાયનો પરિણામ કારણ છે. જેમ જેમ કષાયનો પરિણામ અધિક, તેમ તેમ બંધાયેલા કર્મમાં સંશ્લેષનો પરિણામ અધિક; જેમ જેમ યોગ અધિક તેમ તેમ પ્રાપ્ત થતો કર્મપુદ્ગલનો જથ્થો અધિક. અહીં વિશેષ એ છે કે જીવમાં કષાયનો પરિણામ અને અકષાયનો પરિણામ એમ બે પરિણામો છે. કષાયનો પરિણામ જ્યારે અત્યંત ઉત્કૃષ્ટ વર્તે છે ત્યારે તે કષાયને અનંતાનુબંધી કષાય કહેવામાં આવે છે. આ કષાયને કારણે જ જીવને વિપર્યાસની બુદ્ધિ થાય છે. તેથી મિથ્યાદર્શન અનંતાનુબંધી કષાય ઉપર જીવનાર બંધહેતુ છે. અવિરતિ અપ્રત્યાખ્યાનીયકષાયના અને પ્રત્યાખ્યાનીયકષાયના ઉદયથી થનારો જીવનો પરિણામ છે, તેથી તે પણ કષાયમાં જ અંતર્ભાવ પામે છે. વળી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય કષાયનો ક્ષયોપશમભાવ વર્તતો હોય ત્યારે અવિરતિ નહીં હોવા છતાં વિદ્યમાન એવા સંજ્વલનકષાયને કારણે જ પ્રમાદ નામના બંધહેતુની પ્રાપ્તિ છે. પ્રમાદ ગયા પછી પણ સૂક્ષ્મ એવા સંજ્વલનકષાયો હોય છે. તેથી મિથ્યાદર્શનાદિ ચાર બંધના હેતુઓ કષાયમાં જ અંતર્ભાવ પામે છે. કર્મના આગમન પ્રત્યે જીવનો વ્યાપાર કારણ છે, તેથી મન-વચન અને કાયાના યોગો કર્મબંધ પ્રત્યે કારણ છે. આથી જ ભાષ્યકારશ્રીએ કહ્યું કે જ્ઞાનાવરણીય આદિ નામપ્રત્યયવાળા કર્મયોગ્ય પુદ્ગલો સર્વથી યોગવિશેષને કારણે જીવ ગ્રહણ કરે છે. ll૮/ચા. સૂત્રઃ स बन्धः ।।८/३॥ સૂત્રાર્થ : તે બંધ છે=કષાયવાળો જીવ જે કર્મયોગ્ય પગલોને ગ્રહણ કરે છે તે બંધ છે. ll૮/all ભાષ્ય : स एष कर्मशरीरपुद्गलग्रहणकृतो बन्धो भवति ।।८/३।।
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy