SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૨ અવતરણિકા : બંધને કહેવાની પ્રતિજ્ઞા કર્યા પછી બંધની પ્રસિદ્ધિ માટે અર્થાત્ બંધ શેનાથી થાય છે ? તે બતાવવા દ્વારા બંધની પ્રસિદ્ધિ અર્થે, બંધના હેતુઓ પ્રથમ સૂત્રમાં બતાવ્યા. પાંચે બંધહેતુઓમાંથી સંસારી જીવ મુખ્યરૂપે કષાયથી જ કર્મ બાંધે છે. વળી, મિથ્યાદર્શન આદિ પરમાર્થથી કષાયમાં જ અંતર્ભાવ પામી જાય છે. કેવલીને જે યોગકૃત બંધ છે તે બંધની પરંપરા ચલાવે તેવો નથી તેથી અગણ્ય છે. માટે કષાયને જ બંધના કારણરૂપે સ્વીકારીને કર્મબંધ કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે સૂત્રઃ . સૂત્રાર્થ : - ભાષ્યઃ सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते ।।८/२।। સકષાયપણું હોવાથી જીવ કર્મયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. II/૨ા सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते, कर्मयोग्यानिति अष्टविधे पुद्गलग्रहणे कर्मशरीरग्रहणयोग्यानित्यर्थः । नामप्रत्ययाः सर्वतो योगविशेषादिति वक्ष्यते (अ० ८, सू० २५) 116/211 ભાષ્યાર્થ ઃ ..... सकषायत्वाज्जीवः • વર્તે ।। સકષાયપણું હોવાથી જીવ કર્મયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. કર્મયોગ્ય એટલે આઠ પ્રકારના પુદ્ગલગ્રહણમાં=ઔદારિક આદિ આઠ પ્રકારની વર્ગણા જીવથી ગ્રહણ થાય છે તે ગ્રહણયોગ્ય પુદ્ગલમાં, કર્મશરીર ગ્રહણયોગ્ય પુદ્ગલો=કાર્યણવર્ગણાના પુદ્ગલો, ગ્રહણ કરે છે, એમ અન્વય છે. તે કાર્યણવર્ગણાના પુદ્ગલો કઈ રીતે ગ્રહણ કરે છે ? ઇત્યાદિ વિશેષ સ્વરૂપ વિષયક ૮ પ્રશ્નો છે, તેને સામે રાખીને આગળમાં નામપ્રત્યય સર્વથી યોગવિશેષને કારણે ગ્રહણ કરે છે, એ સૂત્ર-૨૫માં ગ્રંથકારશ્રી સ્વયં બતાવશે. કાર્યણશરીરનામકર્મ છે પ્રત્યય જેને=હેતુ છે જેને, એવા નામપ્રત્યયવાળા સર્વ આત્મપ્રદેશથી યોગવિશેષને કારણે ગ્રહણ કરે છે એ પ્રમાણે સૂત્ર-૨૫માં કહેવાશે. II૮/૨ા ભાવાર્થ: જીવનો સ્વભાવ કષાયના અભાવ સ્વરૂપ છે. સર્વથા કષાય વગરનો જીવ કર્મયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરતો નથી; પરંતુ સંસારી અવસ્થામાં જીવ કષાયવાળો છે અને તેના કારણે જ કર્મયોગ્ય પુદ્ગલોને ગ્રહણ
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy