SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ તત્વાર્થીપગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૪૨ અને કાયાના ત્રણે યોગો સાંસારિક ભાવોથી અને દેહાદિથી આત્માને ભિન્ન કરીને શુદ્ધ આત્મામાં સ્થિર થવા માટે પ્રવર્તતા હોય છે તે વખતે ચિત્ત આત્માના શુદ્ધ ભાવોમાં સ્થિર હોવા છતાં મન-વચન-કાયાના યોગો ક્રમશઃ પ્રવર્તતા હોય છે. વળી શુક્લધ્યાનકાળમાં મહાત્માઓ ચિત્તને સર્વ પદાર્થોથી પૃથક કરીને પરમાણુ આદિ ઉપર સ્થિર કરે છે તે પ્રકારનો ઉલ્લેખ આવશ્યકનિર્યુક્તિમાં પ્રાપ્ત થાય છે. અધ્યાત્મસારના ૧૬મા અધિકારની ૭૩મી ગાથા અનુસાર અણુ ઉપર મનને સ્થાપન કરીને શુક્લધ્યાનકાળમાં પણ મહાત્માઓ શુદ્ધ આત્માનું જ્ઞાન કરવા યત્ન કરે છે. તેથી પરમાણુ ઉપર સ્થાપન કરાયેલું ચિત્ત સ્વભેદ પ્રતિયોગીપણાથી છે=આત્મામાં પરમાણુનો જે ભેદ છે, તેના પ્રતિયોગીપણાથી પરમાણુનું ધ્યાન કરે છે. તેથી પરમાણુ આદિ બાહ્ય દ્રવ્યોથી ભિન્ન મોહથી અનાકુળ એવું શુદ્ધ આત્મદ્રવ્ય કેવા સ્વરૂપવાળું છે? તેનો જ બોધ કરવામાં પ્રવૃત્તિવાળા મનવચન-કાયાના યોગો તે મહાત્માના છે. તેથી દેહથી અને સર્વ પુદ્ગલોથી ભિન્ન અરૂપી ચેતનાના પારમાર્થિક સ્વરૂપનો બોધ કરવાર્થે મહાત્મા ભંગીશ્રુત ભણે છે, તે વખતે શુક્લધ્યાનનો પ્રથમ પાયો વર્તે છે. તેથી ત્રણ યોગવાળા મહાત્માને પૃથqવિતર્ક નામનું શુક્લધ્યાન વર્તે છે. મન-વચન-કાયાના ત્રણ યોગોમાંથી કોઈ એક યોગમાં (ઉપયુક્ત મહાત્માને) એકત્વવિતર્ક નામનું બીજું શુક્લધ્યાન વર્તે છે. શુક્લધ્યાનના પ્રથમ પાયાના કાળમાં મહાત્માની દૃષ્ટિ પરમાણુમાં સ્થિર હોય છે; છતાં શ્રુતના બળથી ચિત્ત શુદ્ધ આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયના ચિંતવનમાં પ્રવર્તે છે. જ્યારે શુક્લધ્યાનના બીજા પાયા વખતે પરમાણુ ઉપર જ દૃષ્ટિ સ્થિર હોય છે; છતાં પરમાણુથી ભિન્ન એવા શુદ્ધ આત્માના દ્રવ્ય-ગુણપર્યાયના અભેદરૂપ એકત્વમાં શ્રુતના ઉપયોગરૂપે ચિત્તનો વિતર્ક વર્તે છે. બારમા ગુણસ્થાનકવાળા જે મહાત્મા ક્ષપકશ્રેણિમાં હોય છે અથવા અગિયારમા ગુણસ્થાનકવાળા જે મહાત્મા ઉપશમશ્રેણિમાં હોય છે તેઓને જ શુક્લધ્યાનનો બીજો પાયો હોય છે. વળી તેરમા ગુણસ્થાનકના અંતે મનોયોગ-વચનયોગ-અને બાદરકાયયોગનો નિરોધ કર્યા પછી સૂક્ષ્મ કાયયોગવાળા મહાત્માઓને સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ નામનું ત્રીજું શુક્લધ્યાન વર્તે છે. તે વખતે કાયયોગની સૂક્ષ્મ ક્રિયા વર્તે છે. જે સૂક્ષ્મ ક્રિયાથી બાદર ક્રિયામાં જવારૂપ પ્રતિપાત થવાનો નથી, તેવી સૂક્ષ્મ ક્રિયાવાળા ત્રીજા શુક્લધ્યાનવાળા મહાત્માઓ હોય છે. સંપૂર્ણ યોગ વગરના મહાત્માને ચુપરતક્રિયા અનિવૃત્તિરૂપ ચોથું શુક્લધ્યાન વર્તે છે. તેથી તેઓ સંપૂર્ણ ક્રિયા વગરના છે અને તેઓની અક્રિય અવસ્થા ક્યારેય નિવર્તન પામવાની નથી, પરંતુ સદા માટે ક્રિયાની નિવૃત્તિ છે. આથી સિદ્ધઅવસ્થામાં પણ તે મહાત્માઓ અક્રિય જ હોય છે. ll૯/૪રણા અવતરણિકા - સૂત્ર-૪૧માં શુક્લધ્યાનના ચાર ભેદો બતાવ્યા તેમાં પ્રથમ શુક્લધ્યાન પૃથQવિતર્ક. નામનું હતું અને બીજું શુક્લધ્યાન એકત્વવિતર્ક નામનું હતું. તેથી પ્રશ્ન થાય કે તે બન્નેમાં શ્રતને આશ્રયીને થતો વિકલ્પ એક દ્રવ્યને આશ્રયીને પ્રવર્તે છે કે ભિન્ન ભિન્ન દ્રવ્યને આશ્રયીને પ્રવર્તે છે ? અર્થાત્ પ્રથમ
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy