SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થીપગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૨૬ ૧૬૩ અવતરાધિકા : સૂત્ર-૨૦માં છ પ્રકારનો અભ્યતરતપ બતાવ્યો અને સૂત્ર-૨૧માં તેના ભેદોની સંખ્યા બતાવી તેમાંથી વ્યુત્સર્ગ નામના અત્યંતરતપના ભેદને બતાવે છે – સૂત્ર - વાઢિગત્તરપળો: 18/રા સૂત્રાર્થ : બાહ્ય-અત્યંતર ઉપધિનો વ્યત્સર્ગ (અત્યંતરતપ છે.) II૯/રકા ભાષ્ય : व्युत्सों द्विविधः-बाह्योऽभ्यन्तरश्च तत्र बाह्यो द्वादशरूपकस्योपधेः, अभ्यन्तरः शरीरस्य कषायाणां વેતિ ૨/રદ્દા ભાષ્યાર્થ: સુત્રો .... વેરિ | વ્યુત્સર્ગ બે પ્રકારનો છે: બાહ્ય અને અત્યંતર; ત્યાં બાર પ્રકારની ઉપધિનો બાહ્યવ્યત્સર્ગ છે. શરીરનો અને કષાયોનો અત્યંતર=અત્યંતરબુત્સર્ગ, છે. તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. II૯/૨૬ો. ભાવાર્થ : સાધુ સંયમના ઉપકરણ તરીકે બાર પ્રકારની ઉપધિ ધારણ કરે છે અને તે ઉપધિનો સંયમના ઉપકારના પ્રયોજનથી જ ઉપયોગ કરે છે. જ્યારે તે ઉપધિ જીર્ણ થયેલ હોય કે જીવ સંસક્ત થયેલ હોય ત્યારે યતનાપૂર્વક તેનો ત્યાગ કરે તે સમયે સંયમના પ્રયોજન વગરની વસ્તુને સાથે નહીં રાખવાનો અધ્યવસાય ઉત્પન્ન થાય છે. તેથી સાધુનો અપરિગ્રહ સ્વભાવ જ નિર્મળ-નિર્મળતર થાય છે. બાર પ્રકારની બાહ્ય ઉપધિનો વ્યુત્સર્ગ અર્થાત્ ત્યાગ તે બાહ્યબુત્સર્ગ નામનો અત્યંતરતા છે; કેમ કે અપરિગ્રહભાવની વૃદ્ધિ દ્વારા ઘણી નિર્જરાની પ્રાપ્તિનું કારણ થાય છે. જેમ સાધુ સંયમમાં અનુપયોગી બાહ્ય ઉપધિનો ત્યાગ કરે છે તેમ આત્મા સાથે એકત્વપણાને પામેલ શરીરરૂપ અત્યંતર ઉપધિનો અને આત્મા સાથે એકત્વ પામેલ કષાયરૂપ અત્યંતર ઉપધિનો ત્યાગ કરે ત્યારે સંયમને અનુપકારક એવા દેહનો અને કષાયનો ત્યાગ થવાથી અત્યંતરભુત્સર્ગ નામના અભ્યતરતપની આરાધના દ્વારા ઘણી નિર્જરાની પ્રાપ્તિ થાય છે. આશય એ છે કે સાધુ સંયમના પ્રયોજનાર્થે દેહથી ગમનાગમનની ચેષ્ટા કરે છે કે સ્વાધ્યાયાદિની ચેષ્ટા કરે છે. જ્યારે સંયમવૃદ્ધિમાં તેવી કોઈ પ્રવૃત્તિ આવશ્યક ન જણાય ત્યારે કાયોત્સર્ગમાં રહીને શુભ ધ્યાનથી
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy