SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂગ-૨પ જેનાથી સમ્યક પ્રવૃત્તિના કારણભૂત સમ્યગુ બોધની પ્રાપ્તિ થાય છે; આમ છતાં ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલા બોધમાં કોઈક સ્થાનમાં યથાર્થ નિર્ણય ન થયો હોય અથવા સામાન્યથી યથાર્થ નિર્ણય થયા પછી અમુક પ્રકારનો સંશય થયો હોય ત્યારે પૃચ્છા દ્વારા તે સંશયને દૂર કરે છે. ત્યારપછી જે સૂત્ર અને અર્થનો યથાર્થ બોધ થયો છે તે યુક્તિથી અને સ્વાનુભવથી સૂક્ષ્મ જોવા માટેનો જે મનનો વ્યાપાર તે અનુપ્રેક્ષા છે. આથી જ ગુરુ પાસેથી જે સમ્યગુ બોધ કર્યો છે તે બોધથી નિયંત્રિત ઉચિત ક્રિયાકાળમાં જો અનુપ્રેક્ષા પ્રવર્તે તો એ ક્રિયા વિષયક પૂર્વ-પૂર્વના બોધ કરતાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધ થાય છે. અનુપ્રેક્ષાથી સંવલિત એવી ક્રિયા ભાવક્રિયા કહેવાય છે અને અનુપ્રેક્ષા વગરની ક્રિયા દ્રવ્યક્રિયા કહેવાય છે. વળી આ અનુપ્રેક્ષા સૂત્ર-અર્થ ભણ્યા પછી તેના સૂક્ષ્મભાવોને અનુકૂળ મનોવ્યાપારરૂપ છે. તેથી જે સૂત્રો અને જે અર્થો વીતરાગતાને અનુકૂળ ઉચિત પરિણામોનો બોધ કરાવનારાં છે તેવા જ સૂક્ષ્મભાવને સ્પર્શનાર અનુપ્રેક્ષા હોવાથી જીવમાં નિર્લેપ પરિણતિની પ્રાપ્તિનું પ્રબળ કારણ અનુપ્રેક્ષા બને છે. તેથી સ્વાધ્યાયના અંગભૂત અનુપ્રેક્ષા સ્વરૂપ અત્યંતરતા મહાનિર્જરાનું કારણ બને છે. (૪) આમ્નાયસ્વાધ્યાય=પરાવર્તનારવાધ્યાય - વાચનાથી સૂત્ર-અર્થ ગ્રહણ કર્યા પછી ઉચિત સ્થાને શંકાના નિવર્તનાર્થે શિષ્ય પૃચ્છા કરે, પૃચ્છા કર્યા પછી મન દ્વારા સૂક્ષ્મ અર્થના આલોચનરૂપ અભ્યાસ કરે, આ રીતે સૂક્ષ્મ પદાર્થનો બોધ કર્યા પછી મહાત્મા સૂત્રો અને અર્થમાં ઉપયોગ રહે તે રીતે ઘોષવિશુદ્ધ પરિવર્તન કરે છે. જે પરિવર્તન પુનઃ પુનઃ કરીને આત્માને તે ભાવોથી વાસિત કરવાને અનુકૂળ વ્યાપારરૂપ છે, તે બતાવવા અર્થે ભાષ્યકારશ્રી કહે છે કે તે ગુણન રૂપના આદાનરૂપ છે સૂત્રો જે ભાવોથી સંભૂત છે તે ભાવોના સ્વરૂપને હૈયામાં સ્પર્શે તે પ્રકારના ગ્રહણની ક્રિયારૂપ છે. તેથી અનુપ્રેક્ષાથી જે સૂક્ષ્મભાવોનો બોધ થયો તે સૂત્ર-અર્થના પરાવર્તનકાળમાં વિશેષ વિશેષ પ્રકારના સ્પર્શાત્મક બોધનું કારણ બને છે. જેથી તે પરાવર્તનની ક્રિયારૂપ આમ્નાયસ્વાધ્યાય મહાનિર્જરાનું કારણ બને છે, માટે અત્યંતરતા છે. (૫) ધર્મકથારવાધ્યાય - મહાત્મા શાસ્ત્રવચનોનો સમ્યગુ બોધ કરીને સૂત્ર-અર્થથી સંપન્ન થાય છે ત્યારપછી યોગ્ય જીવોના ઉપકારાર્થે અર્થનો ઉપદેશ આપે છે જે વ્યાખ્યાન સ્વરૂપ છે, અનુયોગના વર્ણન સ્વરૂપ છે સૂત્રોના અર્થોના સ્પષ્ટીકરણરૂપ છે અને ધર્મના ઉપદેશરૂપ છે. જે મહાત્મા ભગવાનના વચનથી અત્યંત ભાવિત છે તેમનામાં પોતાના આત્માની અત્યંત કરુણા વર્તે છે અને પોતાના જેવા જ અન્ય યોગ્ય જીવો છે, તેઓ પ્રત્યેની કરુણા બુદ્ધિથી પોતાના બોધ અનુસાર જિનવચનનું યથાર્થ પ્રકાશન કરે છે. તે કાળમાં “આ જીવને સમ્યગુ બોધ થાય જેથી તેનું કલ્યાણ થાય' એ પ્રકારના આશયપૂર્વક તીવ્ર સંવેગથી યુક્ત થઈને ધર્મનો ઉપદેશ આપે છે, તેથી તે ઉપદેશકાળમાં વર્તતા સંવેગને અનુરૂપ મહાનિર્જરાની પ્રાપ્તિ થાય છે, માટે સ્વાધ્યાયના પેટાભેટ સ્વરૂપ ધર્મોપદેશ અભ્યતરતપ છે. II૯/૨પા
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy