SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૪ ૧૯૧ सहस्राणि नव शतानि पञ्चसप्ततीनि ताराकोटाकोटीनामेकैकस्य चन्द्रमसः परिग्रहः, सूर्याचन्द्रमसो ग्रहा नक्षत्राणि च तिर्यग्लोके, शेषास्तूर्ध्वलोके ज्योतिष्का भवन्ति । अष्टचत्वारिंशन योजनैकषष्टिभागाः सूर्यमण्डलविष्कम्भः, चन्द्रमसः षट्पञ्चाशत्, ग्रहाणामधयोजनम्, गव्यूतं नक्षत्राणाम्, सर्वोत्कृष्टायास्ताराया अर्धक्रोशः, जघन्यायाः पञ्च धनुःशतानि, विष्कम्भार्धबाहल्याश्च भवन्ति सर्वे सूर्यादयः, नृलोक इति वर्तते बहिस्तु विष्कम्भबाहल्याभ्यामतोऽर्धं भवति एतानि च ज्योतिष्कविमानानि लोकस्थित्या प्रसक्तावस्थितगतीन्यपि ऋद्धिविशेषार्थमाभियोग्यनामकर्मोदयाच्च नित्यगतिरतयो देवा वहन्ति, तद्यथा – पुरस्तात् केशरिणः दक्षिणतः कुञ्जराः अपरतो वृषभाः उत्तरतो जविनोऽश्वा રૂતિ ગા૪/૨૪. ભાષ્યાર્થ : મનુષોત્તરપર્વતો ... રિ અમાનુષોત્તરપર્વત સુધી મનુષ્યલોક છે" એ પ્રમાણે કહેવાયું (અ) ૩. સૂત્ર ૧૪) તેમાં સૂર્ય આદિ જ્યોતિષ્કો મેરુ પ્રદક્ષિણાવાળા નિત્યગતિવાળા હોય છે. મેરુની પ્રદક્ષિણારૂપ નિત્યગતિ છે એમની એ મેરુપ્રદક્ષિણનિત્યગતિવાળા એ પ્રકારનો સમાસ છે. કઈ રીતે સૂર્ય આદિની નિત્ય ગતિ છે ? તે સ્પષ્ટ કરે છે – અગિયારસો એકવીસ યોજનમાં મેરુની ચારે દિશામાં પ્રદક્ષિણા કરે છે. ત્યાં=મનુષ્યલોકમાં, જંબુદ્વીપમાં બે સૂર્ય છે, લવણમાં ચાર સૂર્ય છે, ધાતકીખંડમાં બાર સૂર્ય છે, કાળોદધિમાં ૪૨ સૂર્ય છે અને પુષ્કરાર્ધમાં ૭૨ સૂર્ય છે. આ રીતે મનુષ્યલોકમાં એકસો બત્રીસ સૂર્ય થાય છે. ચંદ્રોની પણ આ જ વિધિ છે સૂર્ય સમાન જ સંખ્યા સર્વથા છે. ૨૮ નક્ષત્રો છે, ૮૮ ગ્રહો છે. ૬૬,૯૭પ કોડાકોડી તારાઓનો એક-એક ચંદ્રનો પરિવાર છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ અને નક્ષત્ર તિર્યલોકમાં છે, શેષ જ્યોતિષ્ક એવા પ્રકીર્ણ તારાઓ ઊર્ધ્વલોકમાં હોય છે. એક યોજના એકસઠ ભાગો કરવામાં આવે તેવા અડતાલીસ ભાગ પ્રમાણ સૂર્યમંડળનો વિખંભ છે. એક યોજના એકસઠ ભાગ કરવામાં આવે તેવા છપ્પન ભાગ ચંદ્રનો વિધ્વંભ છે, ગ્રહોનો વિધ્વંભ અર્ધ યોજન, નક્ષત્રોનો વિષંભ એક ગાઉ. સર્વ ઉત્કૃષ્ટ તારાઓનો વિષંભ અડધો ગાઉ છે. જઘન્ય તારાઓનો વિખંભ પાંચસો ધનુષ્ય છે અને સર્વ સૂર્ય આદિ વિધ્વંભથી અડધી ઊંચાઈવાળા હોય છે. કયાં હોય છે ? તેથી કહે છે – તૃલોકમાં એ પ્રમાણે વર્તે છે. વળી બહિર મનુષ્યલોકથી બહાર, વિખંભ અને બાહલ્યથી=ઊંચાઈથી, આનાથી અર્ધ હોય છે=મનુષ્યલોકના સૂર્ય આદિના પ્રમાણથી અર્ધ પ્રમાણવાળા સૂર્ય આદિ હોય છે. અને આ જ્યોતિષ્ક વિમાનો લોકસ્થિતિથી પ્રસક્ત અવસ્થિતગતિવાળા હોવા છતાં પણ=સ્વતઃ
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy