SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ અને પ્રકીર્ણ તારાઓ, આ પ્રકારે પાંચ પ્રકારના જ્યોતિષ્ક છે. ‘કૃતિ' શબ્દ જ્યોતિષ્કના પાંચ ભેદોની સમાપ્તિમાં છે. તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૩, ૧૪ અસમાસનું કરણ=સૂર્ય, ચંદ્રના અસમાસનું કરણ, અને આર્ષથી=શાસ્ત્રવચનથી, સૂર્ય-ચંદ્રનો ક્રમભેદ કરાયો, જેના વડે આ જ આમના ઊર્ધ્વ નિવેશમાં આવું પૂર્વ છે, એ પ્રમાણે જણાય છે. * અહીં ‘યથા’ને ઠેકાણે ‘ચેન' પાઠ હોવાની સંભાવના છે. -- તે આ પ્રમાણે છે=જ્યોતિકોની આનુપૂર્વી આ પ્રમાણે છે · સૌથી નીચે સૂર્ય છે, ત્યારપછી ચંદ્રો, ત્યારપછી ગ્રહો છે, ત્યારપછી નક્ષત્રો છે, ત્યારપછી પ્રકીર્ણ તારાઓ છે. વળી તારા અને ગ્રહો અનિયત ભ્રમણવાળા હોવાથી સૂર્ય અને ચંદ્રના ઊર્ધ્વ અને નીચે ફરે છે. સૂર્યથી દશ યોજન અવલંબી હોય છે=તારા અને ગ્રહો હોય છે. સમભૂમિભાગથી આઠસો યોજન ઉપર સૂર્ય છે. ત્યારપછી એંસી યોજન ઉપર ચન્દ્ર છે. ત્યારપછી વીસ યોજન પછી તારા છે. જ્યોતિષ્ક શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે – જે ધોતિત થાય તે જ્યોતિષ વિમાનો, તેઓમાં થનારા જ્યોતિષ્ઠો અથવા જ્યોતિષ દેવો અથવા જ્યોતિ જ જ્યોતિષ્ક છે. મુગટમાં શિર અને મુગટને ઢાંકી દે તેવા પ્રભામંડળ જેવા ઉજ્વલ સૂર્ય, ચંદ્ર, તારામંડળરૂપ યથાયોગ્ય ચિહ્નોથી શોભતા ઘુતિવાળા જ્યોતિષ દેવો હોય છે. ‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૪/૧૩|| અવતરણિકા : આ, પાંચ પ્રકારના પણ જ્યોતિષ્ઠો શું પ્રવૃત્તિ કરે છે ? તે સૂત્રમાં બતાવે છે – સૂત્ર ઃ मेरुप्रदक्षिणानित्यगतयो नृलोके ।।४ / १४ ।। સૂત્રાર્થ મેરુની પ્રદક્ષિણાવાળી નિત્યગતિવાળા નૃલોકમાં છે. ।।૪/૧૪ : ભાષ્ય -.. “मानुषोत्तरपर्यन्तो मनुष्यलोक" (अ० ३, सू० १४ ) इत्युक्तम्, तस्मिन् ज्योतिष्का मेरुप्रदक्षिणा नित्यगतयः भवन्ति, मेरोः प्रदक्षिणा नित्या गतिरेषामिति मेरुप्रदक्षिणानित्यगतयः, एकादशसु एकविंशेषु योजनशतेषु मेरोश्चतुर्दिशं प्रदक्षिणं चरन्ति । तत्र द्वौ सूर्यो जम्बूद्वीपे, लवणे चत्वारः, धातकीखण्डे द्वादशः कालोदधौ द्विचत्वारिंशत्, पुष्करार्धे द्विसप्ततिः इत्येवं मनुष्यलोके द्वात्रिंशत् सूर्यशतं भवति, चन्द्रमसामप्येष एव विधिः, अष्टाविंशतिर्नक्षत्राणि, अष्टाशीतिर्ग्रहाः, ષષ્ટિ.
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy