SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રઃ ચા/શા સૂત્રાર્થ - તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ | સૂત્ર–૧ औपशमिक क्षायिक भावौ मिश्रश्च जीवस्य स्वतत्त्वमौदयिकपारिणामिको ઔપશમિકભાવ, ક્ષાયિભાવ, મિશ્રભાવ=ક્ષાયોપશમિભાવ, ઔદયિભાવ અને પારિણામિક ભાવ એ જીવનું સ્વતત્ત્વ છે. ૨/૧I ca औपशमिकः, क्षायिकः, क्षायोपशमिक, औदयिकः, पारिणामिक इत्येते पञ्च भावा जीवस्य સ્વતત્ત્વ મવન્તિ ।।૨/।। ભાષ્યાર્થ ઃ औपशमिकः મત્તિ ।। ઔપશમિક, શાયિક, માયોપશમિક, ઔદયિક અને પારિણામિક એ પ્રમાણે આ પાંચ ભાવો જીવતા સ્વતત્ત્વ થાય છે. ।।૨/૧ ભાવાર્થ: અવતરણિકામાં શંકા કરી કે જીવ કોણ છે ? તેના ઉત્તરરૂપે આ સૂત્ર હોવાથી આ પાંચ ભાવોમાંથી યથાયોગ્ય ભાવવાળો જીવ છે, એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે. અહીં જીવ શબ્દથી સંસારી અને મુક્ત બન્ને જીવોનું ગ્રહણ છે. તેથી મુક્ત જીવોમાં વિચારીએ તો ક્ષાયિક અને પારિણામિકભાવની પ્રાપ્તિ છે અને સંસારી જીવોને આશ્રયીને વિચારીએ તો કોઈક જીવમાં પાંચેય ભાવોની પ્રાપ્તિ છે. કોઈક જીવમાં ઔયિક, પારિણામિક અને ક્ષાયોપશમિકભાવની પ્રાપ્તિ છે; કેમ કે યોગમાર્ગને નહીં પામેલા જીવોમાં કર્મોના ઉદયથી થનારા ઔદિયકભાવ, ભવ્યત્વ આદિરૂપ પારિણામિકભાવ અને જ્ઞાનાવરણ આદિના ક્ષયોપશમરૂપ ક્ષાયોપશમિકભાવ પ્રાપ્ત થાય છે. વળી અવતરણિકામાં પ્રશ્ન કરેલ કે કેવા લક્ષણવાળો જીવ છે ? તે પ્રમાણે ઔપશમિક આદિ ભાવોના લક્ષણવાળો આ જીવ છે, તેમ પ્રાપ્ત થાય. અનુમાપક લિંગને લક્ષણ કહેવાય છે. તેથી જેમ અગ્નિનું અનુમાપક લિંગ ધૂમ છે, તે અગ્નિનું લક્ષણ છે તેમ આ જીવ છે કે અજીવ છે તેનો નિર્ણય ક૨વા માટે જીવનું લક્ષણ આ પાંચ ભાવો છે તેમ કહીએ તો જીવમાં જઘન્યથી ઔદયિક, પારિણામિક અને ક્ષાયોપશમિક ભાવ વર્તતા હોય તે જીવ છે, અન્ય જીવ નથી. કોઈક જીવમાં ઔપશમિક, જ્ઞાયિકભાવ પણ પ્રાપ્ત થતા હોય તે જીવ છે, તેમ કહી શકાય. માત્ર પારિણામિકભાવને જીવનું લક્ષણ કરીએ તો પારિણામિકભાવના પેટાભેદમાં અસ્તિત્વ આદિનું ગ્રહણ હોવાથી ધર્માસ્તિકાય આદિમાં પણ પારિણામિકભાવની પ્રાપ્તિ છે. એથી માત્ર પારિણામિકભાવ જીવનું લક્ષણ કરી શકાય નહીં, પરંતુ જીવનું સ્વરૂપ છે તેમ કહી શકાય.
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy