SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ही अहं नमः । है हीं श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । નમઃ | વાચકવર શ્રીમાનું ઉમાસ્વાતિજી વિરચિત સ્વપજ્ઞભાષઅલંકૃત તત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ અધ્યાય-૨, ૩, ૪ | દિતીયોધ્યાઃ | ભાષ્ય : अत्राह - उक्तं भवता जीवादीनि तत्त्वानीति, तत्र को जीवः कथंलक्षणो वेति ?। अत्रोच्यते - ભાષ્યાર્થ: અહીં=બીજા અધ્યાયના પ્રારંભમાં, કહે છે - તમારા વડે જીવ આદિ તત્ત્વો છે એ પ્રમાણે કહેવાયું. ત્યાં જીવ આદિ તત્વોમાં, જીવ કોણ છે? અથવા કેવા લક્ષણવાળો છે ? એ પ્રકારની શંકામાં કહેવાય છે – ભાવાર્થ : પ્રથમ અધ્યાયમાં પ્રતિજ્ઞા કરી કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે, તેને આગળમાં કહીશું. ત્યાર પછી સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શન છે. ત્યાં પ્રશ્ન થયો કે શ્રદ્ધાના વિષયભૂત તત્વો કયાં છે ? તેથી ગ્રંથકારશ્રીએ જીવ આદિ સાત તત્ત્વો બતાવ્યાં. ત્યાં પ્રશ્ન થાય કે જીવ આદિ સાત તત્ત્વોમાં જીવ કોણ છે? અથવા કેવા લક્ષણવાળો છે ? એ પ્રકારની જિજ્ઞાસામાં જીવનું લક્ષણ બતાવવા અર્થે કહે છે –
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy