SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ तत्त्वार्थाधिगमसूत्रम् [ મ ? अथवा किमस्माकं परमतेनैकनयावलम्बनेन वा यदेव निःशकं तदेवाश्रयाम इति विग्रहान्तरं दर्शयन्नाह-तत्त्वेन वाऽर्थानां श्रद्धानमिति । इदमप्यर्थकथनं न तु त्रिपदस्तृतीयातत्पुरुषः सम्भवति, एवं च दृश्यम्-अर्थानां श्रद्धानमर्थश्रद्धानं तत्त्वेनार्थश्रद्धानं तत्त्वार्थश्रद्धानमिति, वाशब्द: पक्षान्तरप्रदर्शनार्थः, अयं वा पक्ष आस्थेय इति । तदिति पूर्वसूत्रोक्तं निर्दिशति અભિપ્રાય રૂપે હોયને અનર્થક છે – અયથાર્થ છે... આમ આ રીતે એકલું 'અર્થ' એવું પદ વ્યભિચારી હોવાથી અવિવક્ષિત વસ્તુ સાથે પણ સંબંધ કરવાથી તેનો નિષેધ | બાદબાકી કરવા માટે “અર્થ' શબ્દનું “તત્ત્વ' એવું વિશેષણ સૂત્રમાં ગ્રહણને યોગ્ય જ છે. પોતાના = સ્વ – મતનો = જૈનમતનો અંગીકાર કરીને પણ જો કોઈ એક જ નયનું (અપેક્ષા = અભિપ્રાય = દૃષ્ટિકોણનું) અવલંબન કરાય - સ્વીકાર કરાય તો તે પણ અનર્થ રૂપ જ થાય. અર્થાત્ વસ્તુના વાસ્તવિક અર્થને જણાવવા અસમર્થ જ બને, આથી તેનું પણ તત્ત્વ' શબ્દના પ્રહણથી નિરાકરણ (નિષેધ) થાય છે. હવે ‘તત્ત્વાઈશ્રદ્ધાન' શબ્દનો બીજી રીતે વિગ્રહ કરીને અર્થ જણાવવા કહે છે અથવા જૈનો કહે છે કે, “અમારે પરમતનો આશ્રય કરવાનું કોઈ પ્રયોજન નથી અથવા એકનયનો આશ્રય કરવાનો પણ (પરમતે કે સ્વમતે) સવાલ જ આવતો નથી. આથી વિશેષણ તરીકે તત્ત્વ શબ્દના ગ્રહણની જરૂર નથી, (આથી સ્વમતે અર્થો અનર્થ બની જવાની આપત્તિ પણ આવશે નહીં.) અમે તો જે પણ શંકા વિનાનું હશે તેનો જ આશ્રય કરીશું.” આવા આશયથી “તત્ત્વ' શબ્દની સાર્થકતા જણાવવા માટે ભાષ્યમાં બીજી રીતે વિગ્રહ બતાવતાં કહે છે – “અથવા તત્ત્વથી અર્થોની શ્રદ્ધા” (તે સમ્યગદર્શન છે.) તત્ત્વ વા નાં શ્રદ્ધાન... આ પણ સૂત્રમાં કહેલ પ્રથમ સામાસિક પદના અર્થનું કથન માત્ર છે, પણ આને સમાસનો વિગ્રહ ન સમજવો. કારણ કે આ વાક્યમાં ત્રણ પદો છે અને ત્રિપદ = ત્રણ પદવાળો “તપુરુષ સમાસ સંભવતો નથી. આથી આનો (ખંડશા) વિગ્રહ આ પ્રમાણે જાણવો - 31નાં શ્રદ્ધાનમ્ તિ ‘મર્થશ્રદ્ધાનમ્' ! એમ પહેલાં (ષષ્ઠી - તપુરુષ) સમાસ કરીને પછી તત્વેન અર્થશ્રદ્ધાનમ ત્તિ - “તત્ત્વાઈશ્રદ્ધાનમ્' એમ (તૃતીયા - તપુરુષ) સમાસ કરવો. ભાષ્યમાં વા' શબ્દ એ આ બીજા પક્ષને બતાવવા માટે છે. આથી “અથવા આ બીજા પક્ષનો (વિગ્રહનો અથવા સમાસનો) આશ્રય કરવા યોગ્ય છે” એમ અર્થ જણાવાય છે. (જે ઉપર જણાવેલો જ છે.) ૨. પારિવું . ૨૦ મુ. I
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy