SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર કર્મપ્રકૃતિઓને) ઉપશમાવી હોય, ઉપશાંત કરી હોય તે જીવને ઔપશમિક-સમ્યક્ત હોય છે. પ્રશ્ન : શું ઉપશમશ્રેણિને પામેલાં જીવને જ આ હોય છે ? જવાબ : ના, (નો વા.) જે જીવ અનાદિકાળથી મિથ્યાષ્ટિવાળો હોય, વળી જેણે મિથ્યાત્વ મોહનીય કર્મના (૧) શુદ્ધ (૨) અશુદ્ધિ અને (૩) મિશ્ર સ્વરૂપ ત્રણ પુંજ-વિભાગ કરેલાં ન હોય અને વળી જેણે મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષય કરેલો ન હોય, તે જીવ અંતરકરણમાં પ્રવેશ કરતાં જે સમ્યક્તને પામે છે તે ઔપથમિક-સમ્યક્ત કહેવાય છે. (અંતરકરણ એટલે જેમાં ભોગવાતુ મિથ્યાત્વ મોહનીય કર્મ ક્ષય પામ્યું હોય અને નવું ઉદયમાં ન આવેલું હોય એવી મિથ્યાત્વ મોહનીયના ઉદયના અભાવવાળી અવસ્થા.) અહીં બે વિશેષણ મૂકેલાં છે. (૧) અકૃત-ત્રિપુંજ. અને (૨) અક્ષપિત-મિથ્યાત્વ. તેમાં બીજા વિશેષણનો પહેલાં વિચાર કરીએ. જેણે મિથ્યાત્વના ત્રણ પુંજનો-વિભાગનો ક્ષય કરેલો છે તેવો (ક્ષાયિક-સમકિતી વગેરે) જીવ પણ ત્રણ પુંજ વિનાનો હોય છે. આથી તેનો નિષેધ કરવા માટે કહ્યું કે, જેણે મિથ્યાત્વ-મોહનીયનો સંપૂર્ણ ક્ષય કરેલો નથી એવો ત્રણ પુંજ કર્યા વિનાનો જે જીવ સમ્યક્તને પામે છે, તેને ઔપશમિક સમ્યક્ત પ્રાપ્ત થાય છે. જેણે મિથ્યાત્વનો સંપૂર્ણ (સત્તામાંથી પણ) ક્ષય કરેલો છે તેવો જીવ તો ક્ષાયિકસમ્યક્તને જ પામે છે, એમ ભાવ છે. પ્રશ્ન : ત્રણ પુંજ શી રીતે કરાય છે? જવાબ : કોઈ અનાદિ મિથ્યાદૃષ્ટિવાળા જીવ તેવા પ્રકારની ગુરૂપદેશ વગેરે સામગ્રીની હાજરીમાં અપૂર્વકરણ વડે મિથ્યાત્વ-મોહનીયકર્મના પુગલોને શુદ્ધ કરતા પહેલાં (૧) અડધા શુદ્ધ પુદ્ગલ સ્વરૂપ મિશ્ર-પુંજને કરે છે ત્યારબાદ (૨) તે રીતે સંપૂર્ણ શુદ્ધપુદ્ગલ રૂપ સમ્યક્ત-પુંજને કરે છે. અને (૩) ત્રીજો પુંજ તો અશુદ્ધ જ રહે છે. જેમ મદન-કોદ્રવ નામનું ધાન્યવિશેષ કેટલુંક અડધું સાફ કરાય અથવા કેટલુંક સંપૂર્ણ સાફ કરાય અને કેટલુંક એમ ને એમ અશુદ્ધ જ રહે છે. (જે શુદ્ધ છે તે અવિકારક છે, અશુદ્ધ છે તે વિકારક છે. અર્ધશુદ્ધ છે તે મંદ-વિકાર કરે છે.) આમ મદન-કોદ્રવના દ્રષ્ટાંતની જેમ મિથ્યાત્વ-પુદ્ગલોના ત્રણ પુંજ કરીને તેમાંથી જ્યારે સમ્યક્ત-પુજના પુદ્ગલોને વિપાકથી ભોગવતો હોય ત્યારે જીવ શાયોપથમિક સમ્યગ્દષ્ટિ કહેવાય છે. સારાંશ, પૂર્વોક્ત ત્રણ પુંજ કર્યા પછી જો પ્રથમ-પુંજ = સમ્યક્ત-પુંજ ઉદયમાં આવે તો જીવ સમ્યગ્દર્શની કહેવાય. પુંજનું ઉદ્વલન અર્થાત્ વિપરિણમન થયે પુનઃ અર્ધશુદ્ધ થાય, અશુદ્ધ થાય તો જીવ દ્વિ-jજવાળા બને, તેમાંથી અર્ધ-શુદ્ધ પુંજ ઉદયમાં આવે તો મિશ્ર-સમકિત પામે છે. અને મિશ્ર-પુંજનું પણ જો ઉઠ્ઠલન થાય અર્થાત્ અશુદ્ધ
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy