SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર જાય છે. અને સાસ્વાદન-સમકિત પણ મિથ્યાત્વના ત્રણેય પુંજના ઉદયના અભાવવાળું હોવાથી ઔપશમિક – સમ્યક્તમાં અંતર્ભાવ પામે છે, એમ જાણવું. માટે મુખ્ય તો ઉક્ત ત્રણ સભ્યત્ત્વ છે. સૂ.૧, પૃ.૧૮, ૫.૧૧ સાંખ્ય-મતે ૨૫ તત્ત્વો : સાંખ્યોએ માનેલ પચ્ચીસ તત્ત્વો આ પ્રમાણે છે - (૧) અવ્યક્ત (પ્રકૃતિ), (૨) મહત્ (બુદ્ધિ) (૩) અહંકાર, (૪ થી ૮) શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગબ્ધ, (પાંચ તન્માત્ર) (૯થી ૧૩) શ્રોત્ર, સ્પર્શ, ચક્ષુ, રસના અને ઘાણ (પાંચ બુદ્ધિઇન્દ્રિય), (૧૪ થી ૧૮) વાફ (વચન), હાથ, પગ, પાયુ (ગુદા) અને ઉપસ્થ (લિંગ) (આ પાંચ કર્મેન્દ્રિય). (૧૯) મન, (૨૦ થી ૨૪) આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, (આ પાંચ મહાભૂતો છે.) અવ્યક્તને છોડીને બાકીના ૨૩ વ્યક્ત છે. પચ્ચીસમું તત્ત્વ ચિત (ચૈતન્ય) સ્વરૂપ પુરુષ છે. ટીકાગત “ વં તિતઃ ' પદ સંબંધી સમસ્ત શ્લોક આ પ્રમાણે છે - पञ्चविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः । जटी मुण्डी शिखी चापि, मुच्यते नात्र संशयः છે – ગૌડપાદભાષ્ય-૧/૧, અધ્યાત્મસાર-૧૩/૬૦ શ્લોકાર્થ : પચ્ચીસ તત્ત્વોનો જ્ઞાની-પછી ભલે તે કોઇપણ વર્ણાશ્રમમાં રહેલો હોય, જટાધારી હોય, મુંડિત હોય કે શિખાવાળો હોય - એ અવશ્ય મુક્ત થાય છે, એમાં સંશય નથી. (સાંખ્ય-મત). સૂ.૧, પૃ.૧૮, ૫.૧૪ આ વિષયમાં આગમમાં આ પ્રમાણે શ્લોકો મળે છે. हयं नाणं कियाहीणं, हयं अन्नाणओ किया । पासंतो पंगुलो दड्डो, धावमाणो अ अंधओ ॥१०१॥ [आव. निर्यु.] ક્રિયા (આચરણ) વિનાનું જ્ઞાન નિરર્થક છે અને જ્ઞાન વિનાની એકલી ક્રિયા નકામી છે. (અર્થાત્ પોતાના ઈષ્ટ કાર્યનું સાધક બનતાં નથી.) દૃષ્ટાંત તરીકે, દેખતો એવો લંગડો માણસ અને દોડતો એવો અંધજન બળી ગયો. અર્થાત્ એકવાર મહાનગરમાં આગ લાગતાં નગરના લોકો આમ તેમ ભાગવા લાગ્યા. ત્યારે ૧. આંધળો અને ૨. લંગડો માણસ બળી ગયા. લંગડો માણસ ગમન-ક્રિયાના અભાવે ભાગી ન શકવાથી પરંપરાએ આવેલી આગ વડે બળી ગયો. જ્યારે આંધળો માણસ ગમન-ક્રિયા સહિત-ભાગવા છતાં ય બચવાના માર્ગને નહીં જાણવાથી જ્યાં આગ લાગેલી ત્યાં જ ખાડામાં જઈને પડવાથી બળી ગયો. આમ એકલું જ્ઞાન અથવા એકલી ક્રિયા એ વિશિષ્ટ ફળની સિદ્ધિ કરાવનાર
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy