SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ४८४ तत्त्वार्थाधिगमसूत्रम् [અ૦૧ प्रकर्षेण, कस्मादिति चेत् ? उच्यते- विशुद्धिविशेषात् ज्ञानानां मत्यादीनां यतो मतिज्ञानी मनुष्यादेर्जीवस्य काँश्चिदेव पर्यायान् परिच्छिनत्ति ततो बहुतरांश्च श्रुतज्ञानी जानीते, यतोऽभिहितं"संख्यातीतेऽवि भवे" ( आव० नि० गा० ५९० ) इत्यादि । श्रुतज्ञानिनोऽपि सकाशाद् बहुतरामवधिज्ञानी पर्यवस्यति, विशुद्धिप्रकर्षात्, ततो मनःपर्यायज्ञानी, ततश्च सर्वात्मना केवलीति । न चैवमनेकधा परिच्छेदप्रवृत्ता मत्यादिका ज्ञानशक्तयो विप्रतिपत्तिव्यपदेशमश्नुते, तद्वन्नयवादा इति किं नाभ्युपेयते ? उपपत्त्यन्तरमाह લેવાના છે. તેઓનું મતિ આદિ પાંચ જ્ઞાનો વડે જુદા જુદા પ્રકારે જ્ઞાન = ઉપલબ્ધિ થાય છે ? પ્રશ્ન ઃ શી રીતે ? જવાબ : પ્રકર્ષે વડે = (ક્રમશઃ) પ્રકૃષ્ટ રૂપે જ્ઞાન થાય છે. પ્રશ્ન ઃ એનું શું કારણ ? જવાબ : મતિ આદિ જ્ઞાનોની વિશુદ્ધિના વિશેષથી/ભેદથી અર્થાત્ ઉત્તરોત્તર વિશુદ્ધિ વધવાથી ઉત્કર્ષપૂર્વક બોધ થાય છે. કારણ કે મતિજ્ઞાની આત્મા એ મનુષ્ય આદિ જીવમાં કેટલાંક જ પર્યાયોને જાણે છે અને તેના કરતાં શ્રુતજ્ઞાની આત્મા શ્રુતજ્ઞાન વડે ઘણા બધાં પર્યાયોને જાણે છે. કેમ કે આગમમાં કહ્યું છે કે, “સંઘ્યાતીતેવિશ્ર્વ મવે” સંખ્યાતીત અસંખ્ય પણ ભવોને શ્રુતજ્ઞાની આત્મા શ્રુતજ્ઞાન વડે જાણી શકે છે. તથા શ્રુતજ્ઞાની કરતાં પણ અવધિજ્ઞાની આત્મા - વિશુદ્ધિના પ્રકર્ષના કારણે અનેક ઘણા વધુ મનુષ્ય આદિના પર્યાયોને જાણી શકે છે. તેના કરતાં પણ મનઃપર્યાયજ્ઞાની વધુ પર્યાયોને જાણે અને તેના કરતાં પણ કેવળજ્ઞાની ભગવાન તો સર્વપ્રકારે (સૌથી પ્રકૃષ્ટ રૂપે અનંત) મનુષ્ય આદિના પર્યાયોને જાણે છે. અને આ રીતે એક જ વિષયમાં અનેક પ્રકારે બોધ કરવામાં પ્રવર્તતી એવી મતિ આદિ જ્ઞાનરૂપ શક્તિઓ એ વિપતિપત્તિ અર્થાત્ વિરોધી પ્રતીતિઓ (બોધવિશેષો) રૂપે વ્યવહાર કરાતી નથી. તેની જેમ નયવાદો છે એ પ્રમાણે શા માટે સ્વીકાર ન કરાય ? અર્થાત્ જેમ એક જ (મનુષ્યજીવના પર્યાય વગેરે) વસ્તુના મતિ આદિ જુદા જુદા જ્ઞાનોને વિપ્રતિપત્તિ રૂપે ન કહેવાય તેમ એક જ ‘ઘટ' વગેરે વસ્તુ સંબંધી જુદા જુદા અધ્યવસાયો બોવિશેષો અભિપ્રાયો ધરાવતાં નૈગમ આદિ નયો સંબંધી પણ વિપ્રતિપત્તિ = વિરુદ્ધપ્રતીતિરૂપ દોષ આવતો નથી, એમ માનવું જોઈએ. આ વિષયમાં ભાષ્યકાર બીજી યુક્તિ કહે છે ૧. ૩. પૂ. । નારીના૦ મુ. | =
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy