SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थाधिगमसूत्रम् [o योग्यदेशावस्थितं वस्तु चक्षुः शरीरस्थमेव सत् परिच्छिनत्ति, न गत्वा विषयपरिच्छेदे व्याप्रियते, न वा विषयमागतं धान्यमसूरकाकृतिके इन्द्रियदेशेऽवगच्छति, अतश्च लोचनमप्राप्तविषयग्राहि । न खलु ग्राह्येण तस्यानुग्रहोपघातानुभवो दृष्टः स्वान्तस्येव, नापि धान्यमसूराकृतीन्द्रियदेशवर्तिविषयपरिच्छेदि विलोचनं, यदि स्यात् ततस्तद्गतमञ्जनादि परिच्छिन्द्यात्, न च परिच्छिनत्ति, अतो निश्चीयतेऽनागतं विषयमवबुध्यते तत्, न वा गत्वा विषयदेशमित्यतो न व्यञ्जनावग्रहस्तस्य । मनसोऽप्येवमेव, न चिन्त्यमानं विषयं प्राप्य मनः चिन्तयति, न वा आगतं स्वात्मन्यवस्थितं विषयं मनः पर्यालोचयति । यदि च संश्लिष्य विषयं परिच्छिन्द्यात् मनस्ततो ज्ञेयकृतमनुग्रहं विक्लेदादिरूपमनुभवेद् उपघातं वा दाहादिरूपमिति। अथामूर्तत्वान्न दह्यत इति, तदप्ययुक्तम्, आर्हतस्य हि पुद्गलात्मकत्वात् ३०६ યોગ્ય દેશમાં રહેલ વસ્તુને જાણે છે, પણ જાણવા યોગ્ય વસ્તુના ભાગમાં જઈને (વિષય સાથે સંબંધ પામીને) વિષયનો બોધ કરવામાં પ્રવર્તતી નથી. અથવા મસૂર રૂપ ધાન્ય જેવી આકૃતિવાળા ઇન્દ્રિય ભાગ (દેશ)માં આવેલ વિષયને જાણતી નથી અને આથી લોચન/ચક્ષુ એ અપ્રાપ્ત એવા વિષયનું ગ્રહણ કરનારી કહેવાય છે. વળી મનની જેમ ગ્રાહ્ય વસ્તુથી ચક્ષુરિન્દ્રિયને પણ અનુગ્રહ (ઉપકાર) કે ઉપઘાત (નુકસાન)નો અનુભવ થતો દેખાતો નથી. વળી મસૂર રૂપ ધાન્યની આકૃતિવાળા ચક્ષુરિન્દ્રિયના ભાગમાં રહેલ વિષયનો બોધ કરનાર ચક્ષુ નથી. જો ચક્ષુ ઇન્દ્રિયદેશમાં રહેલ વિષયનો બોધ કરતી હોત તો તેમાં રહેલ અંજન(કાજળ) આદિનો બોધ કરત. પણ તેનો બોધ કરતી નથી. આથી એવો નિર્ણય થાય છે કે ચક્ષુ એ ઇન્દ્રિય-દેશમાં નહીં આવેલાં (અપ્રાપ્ત) વિષયને જાણે છે. વળી વિષયના દેશમાં જઈને પણ વિષયનો બોધ કરતી નથી. (ટૂંકમાં જે વિષયને જાણે છે તેની સાથે સંબંધ નથી અને જેની સાથે સંબંધ છે તે વિષયને ચક્ષુ જાણી શકતી નથી.) આથી ચક્ષુરિન્દ્રિયનો (વિષય સાથે સંબંધ ન થવાથી) વ્યંજનાવગ્રહ હોતો નથી. મનના વિષયમાં પણ આ પ્રમાણે જ છે. મન એ ચિંતન કરાતાં વિષયને પ્રાપ્ત કરીને (અર્થાત્ તે ભાગમાં જઈને) ચિંતન કરતું નથી. અથવા તો આવેલાં એટલે કે પોતાના આત્મામાં (શરીરમાં) રહેલ વિષયને પણ મન વિચારતું નથી. જો મન વિષય સાથે સંશ્લેષ સંબંધ કરીને વિચાર કરતું હોત તો (પાણી, અગ્નિ વગેરે) જ્ઞેય જાણવા યોગ્ય વસ્તુથી વિક્લેદ = ભીંજાવું, નરમ પડવું, પોચું થવું વગેરે રૂપ ઉપકારનો અથવા બાળવા વગેરે રૂપ ઉપઘાતનો અનુભવ કરત. પણ એવો અનુભવ ન થવાથી મનને પણ અપ્રાપ્યકારી જ =
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy