SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૨૨] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् २४१ निमित्तमपेक्षते ? यतोऽवधिरान्तरं निमित्तं क्षयोपशममालम्ब्य बहिरङ्गं च विषयमुत्पद्यते, तथा मनःपर्यायज्ञानमपि, केवलज्ञानमपि कर्मणां ज्ञानावृतां समस्तक्षयमाश्रित्य विषयं चोत्पद्यत इति ? । उच्यते-इतरः सविशेषणोऽयं हेतुरित्याह-अपायसद्रव्येत्यादि । अनेन च प्रतिज्ञार्थं विशेष्यापायसद्रव्येत्यादिना, ततो हेतुं सविशेषणं करिष्यति तदिन्द्रियानीत्यादिना ।। વળી નિમિત્તની અપેક્ષા હોવી તે અનૈકાન્તિકી એટલે કે વ્યભિચારી અર્થાત્ અન્યત્ર અનિષ્ટ સ્થળે પણ લાગુ પડનારી છે, એવું નથી, કિંતુ મતિ-શ્રુત રૂપ બે જ્ઞાન પૂરતી જ નિમિત્તની અપેક્ષા મર્યાદિત છે, નિયત છે. અર્થાત્ તેમાં જ ઇન્દ્રિયાદિ-નિમિત્તની આવશ્યકતા છે. અહીં પૂર્વે પ્રશ્ન કરનારે જે વ્યભિચાર-દોષને બતાવવાના ઇરાદાથી પ્રશ્ન ઉઠાવેલો, તેને રજુ કરતાં પૂર્વપક્ષ ટીકામાં પ્રશ્ન કરે છે – પૂર્વપક્ષ : જો બાહ્ય નિમિત્તની અપેક્ષા હોવી તે મતિ અને શ્રુતજ્ઞાન પૂરતું સીમિત હોય, મર્યાદિત જ હોય તો પછી અવધિજ્ઞાન આદિ ત્રણ જ્ઞાનો શા માટે નિમિત્તની અપેક્ષા રાખે છે ? કેમ કે, અવધિજ્ઞાન ક્ષયોપશમ રૂપી આંતર નિમિત્તના આલંબનથી અને વિષયરૂપ બાહ્ય નિમિત્તને લઈને ઉત્પન્ન થાય છે. આ જ રીતે મન:પર્યાય જ્ઞાનની બાબતમાં પણ સમજવું. તેમજ કેવળજ્ઞાન પણ તે તે જ્ઞાનાવરણીય કર્મનાં સંપૂર્ણ ક્ષયને આશ્રયીને અને બહિરંગ વિષયના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. આમ નિમિત્તની અપેક્ષા રૂપ હેતુ અવધિજ્ઞાનાદિમાં પણ સંબંધ પામતો હોવાથી તેને પણ પરોક્ષ માનવાની આપત્તિ આવશે. - ચંદ્રપ્રભા : બે પ્રકારના નિમિત્તો છે (૧) બાહ્ય અને (૨) આંતરિક (આંતર), વિષય, ઇન્દ્રિય વગેરે બાહ્ય નિમિત્ત છે અને “ક્ષયોપશમ એ આંતરિક નિમિત્ત છે. આ પૈકી અવધિજ્ઞાન બેયની અપેક્ષા તો રાખે જ છે. બાહ્ય વિષયની અને આંતરિક ક્ષયોપશમની. બાહ્ય વિષય ન હોય તો અવધિજ્ઞાન શાનું થાય ? એમ પ્રશ્ન કરનારનો આશય છે. પ્રેમપ્રભા : ઉત્તરપક્ષઃ ફક્ત “નિમિત્તની અપેક્ષાવાળા હોવું એટલો જ હેતુ નથી પણ વિશેષણ સહિત તે હેતુ પરોક્ષપણામાં કારણભૂત છે. આ માટે ભાષ્યમાં માયસદ્રવ્યતા વગેરે કહેલ છે. આ પદો દ્વારા પ્રતિજ્ઞારૂપ અર્થાત્ કહેવાને ઇચ્છાયેલ અર્થને ઉપાયવ્ય ઇત્યાદિ વડે વિશેષિત કરીને પછી હેતુને તક્રિયડનબ્રિનિમિત્ત{ ઈત્યાદિ વડે (તે મતિજ્ઞાન ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્તવાળું છે ૨. સર્વપ્રતિપુ ! તન, મુ. | ૨. સર્વપ્રતિષ વિશ૦ મુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy