SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ કેવાય સૂ૦ ૬] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् १५३ समस्तवस्तुस्वरूपावलम्बनं जन्यते तदनन्यगतवस्तुपरिच्छेदाभ्युपायत्वत् प्रमाणम् । ये पुनर्भेगमादयो निरपेक्षाः परस्परेण ते नयाभासा इति ॥ ६ ॥ સમસ્ત – નયોથી અનન્યગત એટલે કે સમાન વિષયવાળી વસ્તુના બોધનો ઉપાય બનવાથી પ્રમાણ” કહેવાય. (૩) નયાભાસ : વળી જે નૈગમ વગેરે નયો નિરપેક્ષ = એટલે કે પરસ્પરની અપેક્ષા વિનાના છે, તે “નયાભાસ' કહેવાય. અર્થાત્ બીજા નયની અપેક્ષા વિનાના = નિરપેક્ષ હોવાથી પોતે માનેલ વસ્તુ-અંશને જ એકાંતે સ્વીકારે છે અને અન્ય નયનો અપલાપ કરનારા હોવાથી નયાભાસ – અસય કહેવાય. ચંદ્રપ્રભા : ઉપરના બન્નેય અભિપ્રાયો વચ્ચે તફાવત એટલો જ છે કે, પ્રથમ અભિપ્રાય પ્રમાણે “પ્રમાણ’ એ સમ્યગુદષ્ટિ છે અને નયો તે મિથ્યાદષ્ટિ છે. કેમ કે વસ્તુના એક જ અંશનું ગ્રહણ કરનારા છે. આમ બે ભેદ જ કહેલાં છે. જ્યારે બીજા અભિપ્રાય અનુસાર પ્રમાણ ઉપરાંત જે નવો રૂપ ભેદ છે, તેના પણ બે પ્રકાર છે, (૧) નય = સુનય અને (૨) નયાભાસ = દુર્નય (i) જે નય વસ્તુના એક અંશનું ગ્રહણ કરનાર હોવા ઉપરાંત બીજા નયની અપેક્ષા રાખે છે અર્થાત્ અપલાપ (નિષેધ, ખંડન) કરતા નથી, તે નય = સુનય કહેવાય. જ્યારે (i) જે નય વસ્તુના જે એક અંશનું ગ્રહણ કરે છે, તેને જ એકાંતે ગ્રહણ કરે છે, બીજા નયની અપેક્ષા રાખતો નથી, પણ અપલાપ કરે છે તે નય દુર્નય = નયાભાસ કહેવાય. ઉદાહરણ તરીકે જોઈએ તો સામે જમીન ઉપર ઘડો પડેલો હોય ત્યારે, પ્રમાણ-વાક્ય આ પ્રમાણે થાય. (૧) ચાત્ ભૂતત્તે યોર્તિ | અમુક અપેક્ષાએ ભૂતલ ઉપર ઘડો છે. (પ્રમાણ-વાક્ય) (૨) થી ભૂતને પદ પવતિ ” ” ઘડો જ છે. આ સુનય-વાક્ય છે. (૩) ભૂતત્તે પર હવાતિ ભૂતલ ઉપર ઘડો જ છે. આ દુનર્થ = નયાભાસ વાક્ય છે. પ્રથમ વાક્યમાં ‘અમુક અપેક્ષાએ ભૂતલ ઉપર ઘડો છે' એવા અર્થવાળા વાક્યમાં વ = જકાર ન હોવાથી તે પ્રમાણ-વાક્ય કહેવાય છે. આમાં ‘ભૂતલ” ઉપર ઘડો છે, એ વાત “ચાત્' પદથી અપેક્ષા-વિશેષથી કહેલી છે. તેનો અર્થ એ કે સર્વથા = સર્વ અપેક્ષાએ ઘડો છે, એમ નહીં, પણ અમુક અપેક્ષાએ ઘડો છે, બીજી અપેક્ષાએ (પટ વગેરે રૂપ પર-પર્યાયોથી) ઘડો નથી પણ, એમ “સ્યાદ્ પદથી સૂચવેલું છે. આમ ઘડામાં બીજા જે જે પર્યાયો ઘટતાં નથી તેનો પણ આ વાક્યમાં ગર્ભિત રીતે સ્વીકાર પડેલો હોવાથી આવું બોલનારાનું વાક્ય અને તેનું જ્ઞાન એ ૨. પૂ. I તનવI૦ મુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy