SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ જૈનદર્શન તત્ત્વજ્ઞાન જ્યારે મુક્તિના સાધનના રૂપમાં પ્રતિષ્ઠિત થયું અને “તે જ્ઞાનાતું ન મુ”િ જેવાં જીવનસૂત્રોનો પ્રચાર થયો ત્યારે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિના ઉપાય તથા તત્ત્વના સ્વરૂપના સંબંધમાં પણ અનેક પ્રકારની જિજ્ઞાસાઓ અને મીમાંસાઓ શરૂ થઈ. વૈશેષિકોએ શેયનું ષટ્ પદાર્થના રૂપમાં વિભાજન કરીને તેમના તત્ત્વજ્ઞાનને ઉપાસનીય દર્શાવ્યું તો તૈયાયિકોએ પ્રમાણ, પ્રમેય આદિ સોળ પદાર્થોના તત્ત્વજ્ઞાન ઉપર ભાર આપ્યો. સાખ્યોએ પ્રકૃતિ અને પુરુષના તત્ત્વજ્ઞાન દ્વારા મુક્તિ દર્શાવી, તો બૌદ્ધોએ મુક્તિ માટે નૈરામ્યજ્ઞાનને આવશ્યક સમજ્યુ. વેદાન્તમાં બ્રહ્મજ્ઞાનથી મુક્તિ થાય છે, તો જૈનદર્શનમાં સાત તત્ત્વોનું સમ્યજ્ઞાન મોક્ષની કારણસામગ્રીમાં ગણાવાયું છે. પાશ્ચાત્ય દર્શનોનો ઉદ્ભવ કેવળ કૌતુક અને આશ્ચર્યથી થાય છે અને તેમનો વિકાસ બૌદ્ધિક વ્યાયામ અને બુદ્ધિજન સુધી જ સીમિત છે. કૌતુક શાન્ત થઈ ગયા પછી કે તેની પોતાની રીતે વ્યાખ્યા કરી લીધા પછી પાશ્ચાત્ય દર્શનોનો કોઈ મહાન ઉદેશ્ય બચતો નથી. ભારતવર્ષની ભૌગોલિક પરિસ્થિતિના કારણે અહીંની પ્રકૃતિ ધન-ધાન્ય આદિથી પૂર્ણ સમૃદ્ધ રહી છે, અને સાદુ જીવન, ત્યાગ અને આધ્યાત્મિકતાની સુગન્ધ અહીંના જનજીવનમાં વ્યાપ્ત રહી છે. તેથી અહીં પ્રાગૈતિહાસિક કાળથી જ “હું ને વિશ્વના સંબંધમાં અનેક પ્રકારનાં ચિત્તનો ચાલુ રહ્યાં છે, અને આજ સુધી તેમની ધારાઓ અવિચ્છિન્નપણે વહેતી રહી છે. પાશ્ચાત્ય દર્શનોનો ઉદ્દભવ વિક્રમ પૂર્વ સાતમી શતાબ્દી આસપાસ પ્રાચીન યુનાનમાં (ગ્રીસમાં) થયો હતો. તે વખતે ભારતવર્ષમાં ઉપનિષદ્રનું તત્ત્વજ્ઞાન તથા શ્રમણ પરંપરાનું આત્મજ્ઞાન વિકસિત હતું. મહાવીર અને બુદ્ધના સમયમાં અહી મખલિ ગોસાલ, પ્રક્રુધ કાત્યાયન, પૂર્ણ કશ્યપ, અજિત કેશકમ્બલિ અને સંજય બેલઠિપુત્ત જેવા અનેક તપસ્વી પોતપોતાની વિચારધારાનો પ્રચાર કરનારાઓ વિદ્યમાન હતા. અહીંના દર્શનકારો પ્રાયઃ ત્યાગી, તપસ્વી અને ઋષિ જ રહ્યા છે. આ જ કારણે જનતાએ તેમના ઉપદેશોને ધ્યાનથી સાંભળ્યા. સામાન્યપણે તે સમયની જનતા કંઈક ચમત્કારોથી પણ પ્રભાવિત થતી હતી, અને જે તપસ્વીએ થોડી પણ ભૂત અને १. धर्मविशेषप्रसूतात् द्रव्यगुणकर्मसामान्यविशेषसमवायानां पदार्थानां साधर्म्यवैधाभ्यां તત્ત્વજ્ઞાનાન્નિશ્રેયસમ્ | વૈશેષિકસૂત્ર, ૧.૧.૪ २. प्रमाणप्रमेयसंशयप्रयोजनदृष्टान्तसिद्धान्तावयवतर्कनिर्णयवादजल्पवितण्डाहेत्वाभास છત્તનતિનિગ્રહસ્થાનનાં તરવૈજ્ઞાન્નિશ્રેયસધતિઃ | ન્યાયસૂત્ર, ૧.૧.૧ ૩. સાખકારિકા, ૬૪. ૪. દેવયિતૈરાગ્યેઃ તસ્ય વાધ ! પ્રમાણવાર્તિક, ૧.૧૩૮
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy