SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ વિષયપ્રવેશ મત ઘડે છે. ટૂંકામા, સુદાર્શનિકનું સૂત્ર હોય છે “સાચું તે મારું અને કુદાર્શનિકનો લલકાર હોય છે “જે મારું તે સાચું'. જૈનદર્શનમાં સમન્વયનાં જેટલાં અને જેવાં ઉદાહરણો મળી શકે છે, તેટલાં અને તેવાં અન્યત્ર દુર્લભ છે. ભારતીય દર્શનોનું અન્તિમ લક્ષ્ય ભારતનાં બધાં દર્શનો, વૈદિક હોય કે અવૈદિક, મોક્ષ અર્થાત્ દુઃખનિવૃત્તિ માટે પોતાનો વિચાર શરૂ કરે છે. આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક દુઃખો પ્રત્યેક પ્રાણીને ન્યૂનાધિક પ્રમાણમાં સદાય અનુભવાય છે. જ્યારે કોઈ સંત યા વિચારક આ દુઃખોની નિવૃત્તિનો કોઈ માર્ગ બતાવવાનો દાવો કરે છે, ત્યારે સમજદાર વર્ગ તેને સાંભળવા અને સમજવા જાગરૂક થઈ જાય છે. પ્રત્યેક મતમાં દુઃખનિવૃત્તિ માટે ત્યાગ અને સંયમનો ઉપદેશ આપવામાં આવ્યો છે, અને તત્ત્વજ્ઞાનથી મુક્તિ થાય છે એ વાતમાં પ્રાય: સૌ એકમત છે. સાંખ્યકારિકામાં દુઃખત્રયના અભિઘાતથી સંતપ્ત પ્રાણી દુઃખનાશના ઉપાયોને જાણવાની ઇચ્છા કરે છે” એમ કહી જે ભૂમિકા બાંધવામાં આવી છે તે જ ભૂમિકા પ્રાયઃ બધાં ભારતીય દર્શનોની છે. દુઃખનિવૃત્તિ પછી “સ્વસ્વરૂપસ્થિતિ જ મુક્તિ છે એમાં પણ કોઈને વિવાદ નથી. તેથી મોક્ષ, મોક્ષનાં કારણ, દુઃખ અને દુઃખનાં કારણોની ખોજ કરવી એ ભારતીય દર્શનકાર ઋષિને માટે અત્યાવશ્યક હતું. ચિકિત્સાશાસ્ત્રની પ્રવૃત્તિ રોગ, નિદાન, આરોગ્ય અને ઔષધિ આ ચતુર્વ્યૂહને લઈને થઈ છે. બુદ્ધના તત્ત્વજ્ઞાનનો આધાર તો “દુઃખ, સમુદય, નિરોધ અને માર્ગ” આ ચાર આર્યસત્યો જ છે. જૈન તત્ત્વજ્ઞાનમાં મુમુક્ષુએ અવશ્ય જાણવા જોઈએ તે સાત તત્ત્વો ગણાવ્યા છે, તે સાત તત્ત્વોમાં બન્ય, બન્ધનાં કારણ (આમ્રવ), મોક્ષ અને મોક્ષનાં કારણ (સંવર અને નિરા) એમનો જ મુખ્યપણે વિસ્તાર કરવામાં આવ્યો છે. જીવ અને અજીવનું જ્ઞાન તો આગ્નવાદિકનો આધાર જાણવા માટે છે. તાત્પર્ય એ છે કે સમસ્ત ભારતીય ચિત્તનની દિશા દુઃખનિવૃત્તિના ઉપાયની ખોજ કરવા ભણી રહી છે અને ચૂનાધિક પ્રમાણમાં બધા ચિન્તકોએ આ ખોજમાં પોતપોતાની રીતે સફળતા પણ પ્રાપ્ત કરી છે. १. आग्रही बत निनीषति युक्तिं तत्र यत्र मतिरस्य निविष्टा । પક્ષપાતદિતય તુ યુર્વિત્ર તત્ર મતિતિ નિવેરામુ / હરિભદ્ર ૨. સુહુત્રયામિયાતાજ્ઞિજ્ઞાસા તપથતિ દે | સાંખ્યકારિકા, ૧ ૩. સત્યાન્વનિ વત્વારિ યુદ્ધ સમુદ્રયસ્ત - નિધો મા ઉતષ યથમિલમયં #મ: | અભિધર્મકોશ, ૮.૨ ધર્મસંગ્રહ, ૬૦૫ ૪. ઝીવાનીવાવવન્યસંવાનિર્નરમાલાસ્તવમ્ | તત્ત્વાર્થસૂત્ર, ૧.૪
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy