SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પૃષ્ઠભૂમિ અને સામાન્ય અવલોકન થયું હતું. પરંતુ નદિસંઘની પ્રાકૃત પટ્ટાવલીથી આ વાતનું સમર્થન થતું નથી. તેમાં લોહાચાર્ય સુધીનો કાલ પ૬૫ વર્ષ આપ્યો છે. તે પછી એકજંગધારીઓમાં અર્બલિ, માઘનન્ટિ, ધરસેન, ભૂતબલિ અને પુષ્પદન્ત આ પાંચ આચાર્યોને ગણાવી તેમનો કાલ ક્રમશઃ ૨૮, ૨૧, ૧૯, ૩૦ અને ૨૦ વર્ષ આપ્યો છે. આ હિસાબે પુષ્પદન્ત અને ભૂતબલિનો સમય ૬૮૩ વર્ષની અંદર જ આવી જાય છે. વિક્રમ સંવત ૧૫૫૬માં લખાયેલી બૃહત્ ટિપ્પણિકા' નામની સૂચીમાં ધરસેન દ્વારા વીરનિર્વાણ સંવત ૬૦૦માં નિર્મિત જોણિપાહુડ' ગ્રન્થનો ઉલ્લેખ છે. આનાથી પણ ઉક્ત સમયનું સમર્થન થાય છે. એ સ્મરણીય છે કે પુષ્પદન્તભૂતબલિએ દષ્ટિવાદની અન્તર્ગત દ્વિતીય અગ્રાયણીય પૂર્વ ઉપરથી પખંડાગમની રચના કરી છે અને ગુણધરાચાર્યે જ્ઞાનપ્રવાદ નામના પાંચમા પૂર્વની દશમ વસ્તુ યા અધિકારની અન્તર્ગત ત્રીજા પેન્જદોષપ્રાભૃત ઉપરથી કસાયપાહુડની રચના કરી છે. આ સિદ્ધાન્તગ્રન્થોમાં જૈનદર્શનના ઉક્ત મૂળ મુદ્દાઓનાં સૂક્ષ્મ બીજો વિખરાયેલાં છે. સ્થૂળપણે તેમનો સમય વીરનિર્વાણ સંવત ૬૧૪ એટલે કે વિક્રમની બીજી શતાબ્દી (વિ.સં. ૧૪૪) અને ઈસ્વી પ્રથમ શતાબ્દી (ઈ.સ. ૮૭) સિદ્ધ થાય છે. યુગપ્રધાન આચાર્ય કુન્દકુન્દનો સમય વિક્રમની ત્રીજી શતાબ્દીની પછી તો કોઈ પણ રીતે લાવી શકાય તેમ નથી કેમ કે મરકરાના તામ્રપત્રમાં કુન્દકુન્દાન્વયના છ આચાર્યોનો ઉલ્લેખ છે. આ તામ્રપત્ર શક સંવત ૩૮૮માં લખાયું છે. આ છ આચાર્યોનો સમય જો ૧૫૦ વર્ષનો પણ માનીએ તો શક સંવત ૨૩૮માં કુન્દકુન્દાવ્યના ગુણનન્દ આચાર્ય વિદ્યમાન હતા. કુન્દકુન્દાન્વયનો પ્રારંભ થવાનો સમય સ્થળપણે જો ૧૫૦ વર્ષ પૂર્વ માની લેવામાં આવે તો લગભગ વિક્રમની પહેલી અને બીજી શતાબ્દી કુન્દકુન્દનો સમય નિશ્ચિત થાય છે. ડોક્ટર ઉપાધ્યએ તેમનો સમય વિક્રમની પ્રથમ શતાબ્દી જ અનુમાનથી નિશ્ચિત કર્યો છે.' આચાર્ય કુન્દકુન્દના પંચાસ્તિકાય, પ્રવચનસાર,નિયમસાર અને સમયસાર આદિ ગ્રન્થોમાં જૈનદર્શનના ઉક્ત ચાર મુદ્દાઓના કેવળ બીજ જ નથી મળતાં પરંતુ ૧. “નિઝામૃતમ્ વીરતુ ૬૦૦ પાસેનમ્” બૃહટ્ટિપ્પણિકા, જૈન સા.સં. પરિશિષ્ટ ૧-૨. ૨. જુઓ ધવલા પ્રથમ ભાગની પ્રસ્તાવના, પૃ. ૨૩-૩૦. ૩. ધવલા પ્રથમ ભાગ પ્રસ્તાવના પૃ. ૩૫ અને જયધવલા પ્રસ્તાવના પૃ. ૬૪. ૪. જુઓ પ્રવચનસારની પ્રસ્તાવના.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy