SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જૈનદર્શન પખંડાગમના કર્તા આચાર્ય પુષ્પદન્ત અને ભૂતબલિ છે, જ્યારે કષાયપાહુડના રચયિતા ગુણધર આચાર્ય છે. આચાર્ય તિવૃષભે ત્રિલોકપ્રજ્ઞપ્તિમાં (ગાથા ૬૬ થી ૮૨) ભગવાન મહાવીરના નિર્વાણ પછીની આચાર્યપરંપરા અને તેની ૬૮૩ વર્ષની કાલગણના આપી છે.' આ ૬૮૩ વર્ષ પછી જ ધવલા અને જે જયધવલાના ઉલ્લેખ અનુસાર ધરસેનાચાર્યને બધા અંગો અને પૂર્વોના એકદેશનું જ્ઞાન આચાર્યપરંપરાથી પ્રાપ્ત ૧. જે દિવસે ભગવાન મહાવીર મોક્ષ પામ્યા તે જ દિવસે ગૌતમ ગણધરને કેવલજ્ઞાન થયું. જ્યારે ગૌતમસ્વામી સિદ્ધ થયા ત્યારે સુધર્માસ્વામી કેવલી થયા. સુધર્માસ્વામી મોક્ષે ગયા પછી જબૂસ્વામી અન્તિમ કેવલી થયા. આ કેવલીઓનો કાલખંડ ૬૨ વર્ષનો છે. ત્યાર પછી નન્દી, નદિમિત્ર, અપરાજિત, ગોવર્ધન અને ભદ્રબાહુ એ પાંચ શ્રુતકેવલી થયા. આ પાંચેનો કાલખંડ ૧૦૦ વર્ષનો છે. તેમના પછી વિશાખ, પ્રોષ્ઠિલ, ક્ષત્રિય, જય, નાગ, સિદ્ધાર્થ, ધૃતિસેન, વિજય, બુદ્ધિલ, ગંગદેવ અને સુધર્મ એ અગિયાર આચાર્ય ક્રમશઃ દશપૂર્વધરોમાં વિખ્યાત થયા. તેમનો કાલખંડ ૧૮૩ વર્ષનો છે. તેમના પછી નક્ષત્ર, જયપાલ, પાંડુ, ધ્રુવસેન અને કસ આ પાંચ આચાર્યો અગિયાર અંગના ધારક થયા. તેમનો કાલખંડ ૨૨૦ વર્ષનો છે. તેમના પછી ભરતક્ષેત્રમાં કોઈ આચાર્ય અગિયાર અંગના ધારક થયા નથી. તે પછી સુભદ્ર, યશોભદ્ર, યશોબાહુ અને લોહ આચાર્ય આચારાંગધારી થયા. આ બધા આચાર્યો અગિયાર અંગના એક દેશના અને ચૌદ પૂર્વના એકદેશના જ્ઞાતા હતા. તેમનો કાલખંડ ૧૧૮ વર્ષનો છે. અર્થાત ગૌતમ ગણધરથી લઈને લોહાચાર્ય સુધી કુલ કાલનું પરિમાણ ૬૮૩ વર્ષ થાય છે. ત્રણ કેવલજ્ઞાની ૬૨ વર્ષ પાંચ શ્રુતકેવલી ૧૦૦ વર્ષ અગિયાર આચાર્ય ૧૧ અંગસહિત દશપૂર્વધર પાચ આચાર્ય અગિયાર અંગના ધારક ૨૨૦ વર્ષ ચાર આચાર્ય આચારાંગધારી ૧૧૮ વર્ષ કુલ ૬૮૩ વર્ષ હરિવંશપુરાણ, ધવલા, જયધવલા, આદિપુરાણ તથા શ્રુતાવતાર આદિમાં પણ લોહાચાર્ય સુધીના આચાર્યોનો કાલ આ જ ૬૮૩ વર્ષ આપ્યો છે. જુઓ જયધવલા પ્રથમ ભાગની પ્રસ્તાવાના પૃ. ૪૭-૫૦. ૧૮૩
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy