SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ અને સપ્તભંગી ૪પપ વિરોધ નથી. જે સમયે ઉત્પાદને ઉત્પાદરૂપે અસ્તિ અને વ્યયરૂપે નાસ્તિ કહીશું તે સમયે ઉત્પાદ ધર્મ ન રહેતા ધર્મી બની જશે. ધર્મ-ધર્માભાવ સાપેક્ષ છે. જે પોતાના આધારભૂત ધર્માની અપેક્ષાએ ધર્મ છે તે જ પોતાના આધેયભૂત ધર્મોની અપેક્ષાએ ધર્મી બની જાય છે. જ્યારે વસ્તુ ઉપર્યુક્ત રૂપે લોકવ્યવહાર અને પ્રમાણથી નિબંધ પ્રતીતિનો વિષય બની રહી છે ત્યારે તેને અનવધારણાત્મક, અવ્યવસ્થિત યા અપ્રતીત કહેવી એ પણ સાહસની વાત છે. અને જ્યારે તે પ્રતીત છે ત્યારે અભાવ તો હોઈ શકે જ નહિ. આ રીતે આ આઠ દોષોનો પરિહાર અકલંક, હરિભદ્ર, સિંહગણિક્ષમાશ્રમણ આદિ બધા આચાર્યોએ વ્યવસ્થિત રીતે કર્યો છે. વસ્તુતઃ સમજ્યા વિના આવા દૂષણો દઈને જૈન તત્ત્વજ્ઞાનની સાથે, વિશેષતઃ સ્યાદ્વાદ અને સપ્તભંગીના સ્વરૂપની સાથે, મોટો અન્યાય કરવામાં આવ્યો છે. ભગવાન મહાવીર પોતે અનન્તધર્મા વસ્તુના સંબંધમાં વ્યવસ્થિત અને પૂર્ણ નિશ્ચયવાદી હતા. તેમણે વસ્તુનું અનેકાન્ત સ્વરૂપ જ માત્ર નથી બતાવ્યું પરંતુ તેને જાણવા જોવાના ઉપાયો - નયષ્ટિઓ અને તેના પ્રતિપાદનનો પ્રકાર (સ્યાદ્વાદ) પણ બતાવ્યા છે. આ જ કારણે જૈન દર્શનગ્રન્થોમાં ઉપેયતત્ત્વના સ્વરૂપનિરૂપણની સાથે સાથે જ ઉપાયતત્ત્વનું પણ એટલું જ વિસ્તૃત અને સાંગોપાંગ વર્ણન મળે છે. તેથી સ્યાદ્વાદ ન તો સંશયવાદ છે, ન કદાચિતવાદ છે, ન કિંચિતવાદ છે, ન સંભવવાદ છે, કે ન તો અભીષ્ટવાદ છે, પરંતુ ખરો અપેક્ષાપ્રયુક્ત નિશ્ચયવાદ છે. તેને સંસ્કૃતમાં “કથંચિત્વાદ' શબ્દથી પણ ઓળખવામાં આવે છે જે એક સુનિશ્ચિત દૃષ્ટિકોણનું પ્રતીક છે. તે સંજયના અજ્ઞાનવાદ યા વિક્ષેપવાદમાંથી હરગિજ નીકળ્યો નથી, પરંતુ સંજયને જે વાતોનું અજ્ઞાન હતું અને બુદ્ધ જે પ્રશ્નોને અવ્યાકૃત કહેતા હતા તે બધાનો સુનિશ્ચિત દૃષ્ટિકોણોથી નિશ્ચય કરનારી અપેક્ષાવાદ છે. સમન્વયનો પોકાર આજ ભારતરત્ન ડૉ. ભગવાનદાસજી જેવા મનીષી સમન્વયનો અવાજ બુલંદ કરી રહ્યા છે. તેમણે પોતાના ‘ર્શન આ પ્રયોગને “સમન્વય' આદિ ગ્રન્થોમાં આ સમન્વયતત્ત્વની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી છે. પરંતુ વસ્તુને અનન્તધર્મા માન્યા વિના તથા સ્યાદ્વાદ પદ્ધતિથી તેનો વિચાર કર્યા વિના સમન્વયના સાચા સ્વરૂપને પામી શકાય નહિ.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy