SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ જૈનદર્શન અનેકાંશિક પણ કહ્યા છે. જે પ્રશ્નો વ્યાકરણીય છે તેમને એકાંશિક અર્થાત સુનિશ્ચિતપણે જેમનો ઉત્તર આપી શકાય તેવા કહ્યા છે, જેમ કે દુઃખ આર્યસત્ય છે જ. બુદ્ધે પ્રશ્નવ્યાકરણ ચાર પ્રકારનાં દર્શાવ્યાં છે. (દીઘનિકાય ૩૩ સંગીતિપરિયાય) – એકાશવ્યાકરણીય પ્રશ્ન, પ્રતિપૃચ્છાવ્યાકરણીય પ્રશ્ન, વિભજ્યવ્યાકરણીય પ્રશ્ન અને સ્થાપનીય પ્રશ્ન. આ ચાર પ્રશ્નવ્યાકરણોમાં વિભજ્યવ્યાકરણીય પ્રશ્નમાં એક જ વસ્તુના વિભાગ કરીને તેનું અનેક દૃષ્ટિએ વર્ણન કરવામાં આવે છે. બાદરાયણના બ્રહ્મસૂત્રમાં (૧.૪.૨૦-૨૧) આચાર્ય આશ્મરણ્ય અને ઔડુલોમિનો મત આવે છે. તેઓ ભેદભેદવાદી હતા, બ્રહ્મ અને જીવના ભેદાભદનું સમર્થન કરતા હતા. શંકરાચાર્યે બૃહદારણ્યકભાષ્યમાં (૨.૩.૬) ભેદભેદવાદી ભતૃપ્રપંચના મતનું ખંડન કર્યું છે. ભર્તપ્રપંચ બ્રહ્મ અને જગતના વાસ્તવિક એકત્વ અને નાનાત્વને માનતા હતા. શંકરાચાર્ય પછી ભાસ્કરાચાર્ય તો ભેદભેદવાદીના રૂપમાં પ્રસિદ્ધ જ છે. સાંખ્યો પ્રકૃતિને પરિણામિનિત્ય માને છે. પ્રકૃતિ કારણરૂપે એક હોવા છતાં પણ પોતાના વિકારોની દષ્ટિએ અનેક છે, નિત્ય હોવાની સાથે અનિત્ય પણ છે. યોગશાસ્ત્રમાં આ જ રીતે પરિણામવાદનું સમર્થન છે. પરિણામનું લક્ષણ પણ યોગભાષ્યમાં (૩.૧૩) અનેકાન્તરૂપે જ કરવામાં આવ્યું છે. તે આ પ્રમાણે છે ‘વિચિતમ્ય દ્રવ્યસ્ય પૂર્વધર્મનિવૃત્તી ધર્માન્તરોત્પત્તિ: પરિણામ:' અર્થાત સ્થિર દ્રવ્યના પૂર્વધર્મની નિવૃત્તિ થતાં નૂતન ધર્મની ઉત્પત્તિ થવી એ પરિણામ છે. ભટ્ટ કુમારિલ તો આત્મવાદમાં (શ્લોક ૨૮-) આત્માનું વ્યાવૃત્તિ અને અનુગમ ઉભય રૂપે સમર્થન કરે છે. તે લખે છે કે “જો આત્માનો અત્યન્ત નાશ માનવામાં આવે તો કૃતનાશ અને અકૃતાગમ દૂષણો આવે અને જો તેને એકરૂપ માનવામાં આવે તો સુખ, દુઃખ આદિનો ઉપભોગ ઘટી શકે નહિ. અવસ્થાઓ સ્વરૂપથી १. कतमे च पोट्ठपाद मया अनेकंसिका धम्मा देसिता पजत्ता ? सस्सतो लोको त्ति वा पोट्ठपाद मया अनेकंसिको धम्मो देसितो पञत्तो । असस्सतो लोको त्ति खो પોટ્રપ૯િ મયી મનેતો ... | દીવનિકાય, પોપાદસુત્ત. २. द्वयी चेयं नित्यता - कूटस्थनित्यता परिणामिनित्यता च । तत्र कूटस्थनित्यता પુરુષય પરામિનિત્યતા ગુનામ્ | વ્યાસભાષ્ય, ૧.૪.૩૩. 3. तस्मादुभयहानेन व्यावृत्त्यनुगमात्मकः । પુષ્પોમ્યુન્તિવ્ય: ૩૭નારિ સર્વવત્ રટા મીમાંસા શ્લોકવાર્તિક.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy